આંખોની નીચે ડાર્ક સર્કલ થવા ઊંઘની ઉણપની નિશાની હોઈ શકે છે, અને મોડી રાત સુધી જાગવાથી પણ ડાર્ક સર્કલ થઈ શકે છે. આ માટે બજારમાં વિવિધ પ્રકારનાં ક્રીમ વેચાય છે, જોકે તેમા ઘણા કેમીકલયુક્ત હોય છે જે સ્કીનને નુકસાન પહોંચાડી શકે છે. આજે અમે તમારા માટે તેની સારવાર માટે એક કુદરતી ઉપચાર લાવ્યા જે તમે ઘરેજ સરળતાથી કરી શકો છો, તો ચાલો જાણીએ વિસ્તારથી.
કાચા બટાકાનો રસ સંપૂર્ણપણે વિટામિન્સ અને એન્ઝાઇમ્સથી ભરપૂર હોય છે જે આંખની નીચે થતા ડાર્ક સર્કલને દૂર કરવામાં મદદ કરે છે
એવા બટાકાની પસંદગી કરો જે ડીસકોલરેશન રહિત હોય,અથવા જેમાં સ્પ્રાઉટ્સ હોય. વપરાશ પહેલા તેની બધી ગંદકી દૂર કરી વ્યવ્સથિત રીતે ધોઈ લો.
બટાકાની છાલ કાઢીને બ્લેન્ડરમાં નાખો જેથી તેનો સારો જ્યુસ બની શકે.
બટાકાનો રસમાં એલોવેરા જેલ અથવા કાકડીનો રસ ઉમેરી શકો છો, આની પ્રકૃતિ ઠંડી હોવાથી તે રસમાં ઠંડક ઉમેરે છે.
કોટન બોલ અથવા એપ્લીકેટર ને બટાકાના રસમાં ડુબોળો અને તેને તમારી આંખોની આસપાસ હળવા હાથે ટેપ કરીને લગાવો.
બટાકાનો રસ નાખ્યા પછી, તમારી આંગળીના ટેરવાથી ગોળ ગતિમાં માલીશ કરો જેથી રસ તમારી ત્વચામા યોગ્ય રીતે શોષાઈ જાય. થોડી વાર પછી ગરમ પાણીનો ઉપયોગ કરીને બટાકાના રસને ધોઈ લો.