મગજની કાર્યક્ષમતા વધારવા આ 5 સૂપરફુડસ ખાવો


By Smith Taral07, Apr 2024 02:11 PMgujaratijagran.com

નિષ્ણાત અભિપ્રાય

ડો.સુગીતા મુત્રેજાના જણાવ્યા અનુસાર, 'માનસિક રીતે સક્રિય રહેવા માટે મગજનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. અખરોટ અને કોળાના બીજ જેવી કેટલીક વસ્તુઓ છે, જે તમારા મગજના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે, અને તમારી યાદશક્તિ ને સારી કરે છે.

કોળાં ના બીજ

કોળામાં રહેલું ઝિંક, મેગ્નેશિયમ અને કોપર મગજને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ડાર્ક ચોકલેટ

ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઈડ નામના એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

બેરી

બ્લુબેરી, સ્ટ્રોબેરી અને બ્લેકબેરીબેરીમાં એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-સેપ્ટિક ગુણો જોવા મળે છે, જે મગજના કોષોને સ્વસ્થ કરે છે

અખરોટ

અખરોટમાં વિટામિન-ઇ, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને કોપર હોય છે, જે મગજના કાર્યક્ષમતા સુધારે છે

ગ્રીન વેજીસ

પાલક, કાલે અને બ્રોકોલી જેવા લીલા શાકભાજીમાં વિટામિન K, લ્યુટીન અને ફોલેટ મળી આવે છે, જે મગજને તેજ બનાવે છે.

કાળા ચોખાના 5 સ્વાસ્થ્ય લાભો