કાળા ચોખા ઓરિઝા સેટીવા એલ પ્રજાતિના છે. તેને ઘણીવાર કાળા અથવા જાંબલી ચોખા કહેવામાં આવે છે.
અન્ય પ્રકારના ચોખાની સરખામણીમાં કાળા ચોખામાં સૌથી વધુ પ્રોટીન હોય છે.તેમાં વિટામીન બી, વિટામીન ઈ સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ,આયર્ન તથા જીંક વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે.
કાળો ચોખા તેના જાંબલી રંગ એન્થોકયાનિનમાંથી મેળવે છે,જે બળતરા વિરોધી અને કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવે છે.
કાળા ચોખામાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ગ્લૂટેન એક પ્રાટીન છે જે જવ,ઘઉં,રાઈ જેવા અન્ય અનાજમાં જોવા મળે છે.જેનું સેવન સેલિયાક રોગના દર્દીઓએ ટાળવું જોઈએ,કારણ કે તે નાના આંતરડાને નુકસાન પહોંચાડે છે.કાળા ચોખા એ લોકો માટે આનંદ માટે પૌષ્ટિક ગ્લુટેન-મુક્ત વિકલ્પ છે.
એન્ટિઓક્સિડન્ટ્સ મુક્ત રેડિકલને કારણે થતા ઓક્સિડેટીવ તણાવ સામે કોષોનું રક્ષણ કરે છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.