જેને ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. તો ચાલો જાણીએ શિયાળાની સિઝનમાં ક્યા ડ્રાય ફ્રૂટ્સ ખાવા જોઈએ?
ઠંડીથી બચવા માટે શરીરને એનર્જીની આવશ્યક્તા હોય છે. જ્યારે ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં એનર્જી મળે છે.
શિયાળાની સિઝનમાં ખજૂર હેલ્થ માટે ફાયદેમંદ મનાય છે. જેને ખાવાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થવા લાગે છે. આ ઉપરાંત પ્રજનન ક્ષમતા પણ વધવા લાગે છે.
કિશમિશની તાસીર ગરમ હોય છે. જેના કારણે તે શિયાળામાં ફાયદેમંદ મનાય છે. દરરોજ કિશમિશનું સેવન કરવાથી નબળાઈ દૂર થાય છે.
શિયાળાની સિઝનમાં બદામ ખાવી ફાયદેમંદ મનાય છે. જેને ખાવાથી મગજ શાર્પ બને છે અને શરીરમાં એનર્જી આવવા લાગે છે.
અખરોટની તાસીર ગરમ હોય છે. શિયાળામાં દરરોજ અખરોટ ખાવાથી મગજના સેલ્સ હેલ્ધી રહે છે.
કાજુમાં મળી આવતા પોષક તત્વો શરીરને એનર્જી પૂરી પાડે છે. આ ઉપરાંત અખરોટ ખાવાથી હાડકા મજબૂત થવા લાગે છે.