મોટાભાગે આપણે ખાવાની સાથે અથાણું ખાઈએ છીએ. જે ખાવાનો સ્વાદ બેગણો વધારી કરી દે છે. અથાણું પણ અનેક ફ્રૂટ અને શાકભાજીથી બનાવવામાં આવે છે.
જેમાં કેરી, ગાજર, લીંબુ અને આમળાનું અથાણું સામેલ છે. અથાણાના ખાટા સ્વાદના કારણે તે આપણને ખૂબ જ પસંદ પડે છે.
શું તમે જાણો છો કે, અથાણું ખાવાથી સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યા થઈ શકે છે? તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...
અથાણું બનાવવા માટે વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે તેમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે.
સોડિયમ વધારે હોવાના કારણે બ્લડ પ્રેશર વધવાની સમસ્યા થઈ શકે છે. એવામાં બની શકે તો અથાણું ઓછું ખાવાનો પ્રયાસ કરો.
અથાણામાં વધારે મીઠું હોવાથી સોડિયમનું પ્રમાણ વધારે હોય છે. જેના કારણે કિડનીનો વર્કલોડ વધી જાય છે. એવામાં વૉટર રિટેન્શર, બ્લોટિંગ વગેરેની સમસ્યા પણ થઈ શકે છે.
ખોરાકમાં વધારે સોડિયમ હોવાના કારણે પેટનું કેન્સર થવાની સંભાવના હોય છે. જેના કારણે પેટમાં અલ્સર થવાની સંભાવના પણ વધી જાય છે.
વધારે અથાણું ખાવાથી શરીરના ઈલેક્ટ્રોલાઈટ્સના બેલેન્સમાં ગરબડ થઈ શકે છે. વધારે સોડિયમ હોવાના કારણે આ સમસ્યા થાય છે. જેના કારણે માંસપેશીઓમાં ક્રેમ્પિંગની પરેશાની પણ થઈ શકે છે.