ચહેરાની સુંદરતા માટે આ રીતે કરો ચારોળીનો ઉપયોગ


By Hariom Sharma15, Nov 2023 08:52 AMgujaratijagran.com

ચારોળી

રસોડામાં રહેલી ચારોળી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં અનેક પોષકતત્વો રહેલા છે, જે શરીર માટે લાભદાયી છે.

ચામડી માટે ફાયદાકારક

ચારોળીનું ખાવાથી ચહેરાની ચામડી માટે પણ લાભદાયી છે. તેનાથી ચહેરા પરના દાગ અને ધબ્બા દૂર થાય છે અને ચહેરા પર ઉજાસ આવે છે.

દાગ ધબ્બા માટે ઉપયોગ કરો

ચહેરા પર રહેલી મરેલી ચામડીના સેલ્સને દૂર કરવા માટે ચારોળીનો ઉપયોગ હળદળ સાથે કરો તેનાથી ચહેરા પર ઉજાસ આવે છે અને મરેલી ચામડીના સેલ્સ દૂર થાય છે.

આ રીતે કરો ઉપયોગ

આ માટે ચારોળીને દૂધમાં પલાળીને રાખો અને પછી તેના દાણાને પીસીને તેમાં થોડી હળદર ઉમેરીને ચહેરા પર 20 મિનિટ માટે લગાવો અને પછી ચહેરાને સાફ કરી દો.

You may also like

પિગમેન્ટેશન દૂર કરવા માટે લગાવો બદામનું તેલ

ડેન્ડ્રફથી છુટકારો મેળવવા ટી ટ્રી ઓઈલનો ઉપયોગ કેવી રીતે કરવો

ચારોળીનો પાઉડર

ચારોળીના પાઉડરમાં મધ ઉમેરી સ્કિન પર 10-15 મિનિટ ચહેરા પર લગાવો તેનાથી ચામડી મોઈશ્ચરાઈઝ થાય છે.

ચહેરા પરની ચામડી ઉજાસ મારે

ચારોળીના ઉપયોગથી ચામડી પર ઉજાસ આવે છે. નિયમિત રીતે તેનો ઉપયોગ કરવાથી ચહેરા પરની અનેક સમસ્યાઓ માંથી છૂટકારો મળે છે.

ગુલાબ જળ

ચારોળીમાં ગુલાબ જળના કેટલાક ટીપાં અને ચંદનનો પાઉડર ઉમેરીને નાખવાથી ચહેરા પરની ચામડીમાં એક અલગ જ ઉજાસ જોવા મળે છે. આ લગાવાથી ચહેરો એકદમ ખીલી ઉઠે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શરદી અને તાવથી બચવાં આ ફળોનું સેવન કરો