નાની ઉંમરે વાળને સફેદ થતા અટકાવવા માટે અજમાવો આયુર્વેદના આ ઉપાયો


By Smith Taral30, Jul 2024 11:54 AMgujaratijagran.com

નાની ઉંમરે વાળ સફેદ થવું ચિંતાજનક છે, જો તમને પણ આ સમસ્યા હોય તો તમે આયુર્વેદમાં આપેલા આ ઉપાયો અજમાવી શકો છો.

આમળા

વિટામિન સી અને એન્ટીઓક્સીડન્ટથી ભરપૂર આમળા વાળને મજબૂત બનાવે છે અને વાળ સફેદ થતા અટકાવે છે.

ભૃંગરાજ

ભૃંગરાજમા રહેલા ગુણો વાળના વિકાસમાં મદદ કરે છે, અને વાળના કુદરતી રંગને જાળવી રાખવામાં મદદ કરે છે.

મીઠો લીમડો

મીઠો લીમડો વાળને જરૂરી એવો ગુણ મેલાનીને વધારવામાં મદદ કરે છે, નારીયેળ તેલમાં તેને ઉકાળી તે તેલથી સ્કાલપમાં મસાજ કરો. આ તમારા વાળના નેચરલ રંગને જાળવી રાખી વાળના વિકાસમાં મદદ કરે છે

હેના

હેના પાવડરને પાણીમાં નાખી તેની પેસ્ટ બનાવી તેને વાળમાં લગાવાથી વાળનો કુદરતી રંગ જળવાઈ રહે છે, અને સફેદ થતા પણ અટકાવે છે

બ્રાહ્મી

બ્રાહ્મી વાળના સ્વાસ્થ્ય માટે ઉપયોગી આયુર્વેદીક ઔષધી છે, આ વાળને સફેદ થતા અટકાવે છે, બ્રાહ્મીની પેસ્ટ બનાવી વાળ ઉપર લગાવવાથી વાળનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે

અશ્વગંધા

અશ્વગંધા પણ વાળને સફેદ થતા અટકાવવા માટે ફાયદાકારક ઔષધી છે, આ તણાવ ઘટાડી વાળના વિકાસમાં મદદ કરે છે

શ્રાવણ માસ દરમિયાન રીંગણ કેમ ન ખાવા જોઈએ, જાણો કારણ