નારીયેળ પાણી પીવાના ઘણા ફાયદા આપણને મળે છે તેમાં વિટામિન-સી, વિટામિન-ઇ, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. પરંતુ કેટલાક લોકોને તેનું સેવન કરવું ભારે પડી શકે છે. ચાલો જાણીએ શા માટે છે નારીયળ પાણી કેટલાક લોકો માટે ઘેરફાયદાકારક
ડાયેટિશિયન રક્ષિતા મેહરા જણાવે છે કે, હાઈ બ્લડ પ્રેશર, શરદી અને કિડની સંબંધિત બીમારીઓમાં નારિયેળ પાણી હાનિકારક બની શકે છે અને તકલીફને વધારી શકે છે
શરદીમાં નારિયેળનું પાણી પીવાથી તકલીફ વધી શકે છે કારણ કે નારિયેળ પાણીની તાસીર ઠંડી હોય છે.
એલર્જીના કિસ્સામાં જેમકે ત્વચામાં ખંજવાળ, એલર્જી અથવા બળતરા થતી હોય તો પણ નારિયેળ પાણી પીવનું ટાળવું જોઈએ.
જે વ્ચક્તિને કિડની સંબંધિત સમસ્ચા હોય તેમને નારીયેળ પાણીનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આમા પોટેશિયમની માત્રા વધુ હોય છે, જેના કારણે કિડની પોતાને ફિલ્ટર કરી શકતી નથી.
મને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હોય તેમને પણ નારિયેળનું પાણી પીવું જોઈએ નહીં. નાળિયેર પાણીમાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને વધારી શકે છે