ઉનાળામાં મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે, તેવામાં મલેરીયા ડેન્ગ્યુ જેવા રોગ થવાની શક્યતા પણ વધે છે. આ સમયે સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવું જરૂરી બને છે. મલેરીયામાં લોહીમાં પ્લેટલેટ્સ ખૂબ જ ઓછા થઈ જાય છે, જેના કારણે નબળાઈ, તાવ આવે છે. જો સમયસર સારવાર ન કરવામાં આવે તો આ રોગ જીવનું જોખમ ઊભુ કરે છે
મલેરીયાના લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઉબકા, શરદી, ચક્કર, થાક, પેટમાં દુખાવો, ઝડપી શ્વાસ વગેરે જેવાનો સમાવેશ થાય છે
મલેરીયામાં શરીર ઝડપથી ડીહાઇડ્રેટે થવા લાગે છે, તેવામાં પુષ્કળ પાણી પીવું ફાયદાકારક રહે છે. શક્ય તેટલું નારિયેળ પાણી અને ફળોના જ્યુસ પીવાનું ચાલુ રાખવું જોઈએ.
મેલેરિયા તાવ શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે, આ માટે શરીરને પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સની જરૂર હોય છે. આની માટે પ્રોટીનયુક્ત ખોરાક જેમ કે કઠોળ, દૂધ, ઈંડા, માંસ અને ચિકન ખાઈ શકો છો.
આ રોગમાં ભૂખ ઓછી લાગે છે, ત્યારે તમે ફળો અને શાકભાજીનો ખાઈ શકો છો જેમ કે નારંગી, લીંબુ, પપૈયું, બીટરૂટ, ગાજર અને પાલક આ શાકભાજી શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આવે છે
મલેરીયાના ડાયેટમાં ફાયટોન્યુટ્રિઅન્ટ્સનો સમાવેશ કરવાની જરૂર છે આ માટે બદામ અને નટ્સનુ સેવન કરવું જોઈએ આમાથી હેલ્ધી ફેટ્સ અને પ્રોટીન મળી રહે છે.
મેલેરિયામાં, તમારે ચરબીનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ, આ માટે ક્રીમ, માખણ જેવી દૂધની બનાવટોનો ઉપયોગ પ્રમાણમાં કરવો જોઈએ