દરરોજ 5 બદામ ખાવાથી કઈ બીમારી દૂર થાય છે? જાણો


By Vanraj Dabhi22, Sep 2023 12:37 PMgujaratijagran.com

બદામ

બદામ માત્ર વજન ઘટાડવામાં જ નહીં પરંતુ કાર્ડિયો મેટાબોલિક સ્વાસ્થ્યને પણ સુધારે છે.

વિટામિન્સ અને મિનરલ્સ

બદામમાં પ્રોટીન અને ફાઈબર વધુ માત્રામાં જોવા મળે છે. તે વિટામિન્સ અને મિનરલ્સથી પણ ભરપૂર હોય છે.

બદામ ખાવાના ફાયદા

આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે બદામ ખાવાથી શરીરને અન્ય કયા ફાયદાઓ મળી શકે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

બદામમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ માનવામાં આવે છે.

સોજો ઘટાડે છે

બદામમાં કેટલાક પોષક તત્વો મળી આવે છે, જે કોલેસ્ટ્રોલ સુધારવાની સાથે સોજાને પણ ઘટાડે છે.

મગજના કોષોને ઉપયોગી

પ્રોટીનથી ભરપૂર બદામ મગજના કોષોને રિપેર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

કબજિયાતથી રાહત

બદામમાં મોટી માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે કબજિયાતમાં રાહત આપે છે.

આંખો માટે ફાયદાકારક

બદામ તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં વિટામિન E સારી માત્રામાં હોય છે.

વાંચતા રહો

જીવનશૈલી સાથે જોડાયેલા તમામ મોટા સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દાદીમાંના આ નુસખાથી 2 દિવસમાં દૂર થશે મોઢાના ચાંદા