દાદીમાંના આ નુસખાથી 2 દિવસમાં દૂર થશે મોઢાના ચાંદા


By Sanket M Parekh21, Sep 2023 04:14 PMgujaratijagran.com

ટામેટાનો ઉપયોગ

ટામેટામાં વિટામિન-સી અને બીટા કેરોટીન હોય છે. જે પેટ સાફ કરવામાં મદદ કરે છે. અનેક વખત ચાંદાની સમસ્યા પેટ ખરાબ થવાનું કારણ પણ હોય છે. આથી મોંઢામાં ચાંદા પડે તો ટામેટાનું સેવન ફાયદેમંદ થઈ શકે છે.

ટૂથપેસ્ટનો ઉપયોગ

ટૂથપેસ્ટમાં એન્ટી-માઈક્રોબિયલ હોય છે. જે ચાંદા પેદા કરનારા ઈન્ફેક્શનને મારે છે. મોંઢામાં જે જગ્યાએ ચાંદા પડ્યા હોય, ત્યાં ટૂથપેસ્ટ લગાવીને થોડીવાર માટે છોડી દો. જે ચાંદાથી રાહત અપાવવામાં મદદ કરે છે.

ગ્રીન ટીનું સેવન

ગ્રીન ટીમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઑક્સીડેન્ટ્સ મળી આવે છે. જે ઈન્ફેક્શનને ઘટાડવા સાથે તેને ફેલાતુ પણ અટકાવે છે. નિયમિત ગ્રીન-ટીનું સેવન કરવાથી મોંઢામાં ચાંદામાં આરામ મળે છે.

મુલેઠીનું સેવન

મુલેઠીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઈન્ફેક્શન સામે લડે છે અને ચાંદા મટાડવામાં મદદ કરે છે. આખી રાત પાણીમાં મૂલેઠીને પલાળો અે સવારે ઉઠીને પાણી ગાળીને તેને પી લો. જે ફાયદેમંદ નીવડશે.

હુંફાળુ પાણી અને બ્લેક સૉલ્ટ

મોંઢામાં ચાંદા પડ્યા હોય તો ખોરાક ખાધા બાદ હુંફાળા પાણીમાં બ્લેક સૉલ્ટ મિક્સ કરીને કોગળા કરો. જેનાથી મોંઢામાં રહેલ ગંદકી સાફ થઈ જશે. આ સાથે જ પાચન ક્રિયા પણ સુધારવામાં મદદ કરશે.

મધનું સેવન

મધ ઘા અને ઈન્ફેક્શનની સમસ્યા દૂર કરી શકે છે. મોંઢામાં ચાંદા પડવા પર તમે એક નાની ચમચી મધ ચાટીને ખાઈ શકો છે. જેનાથી ઘા તો રૂઝાશે આ સાથે જ ગળા માટે પણ તે ફાયદેમંદ નીવડશે.

શું તમને પણ સવારે પેટ સાફ ના થવાની સમસ્યા સતાવે છે? તો અપનાવો આ ઘરગથ્થુ નુસખા