પેટ યોગ્ય રીતે સાફ ના થવાના કારણે વ્યક્તિને ડિહાઈડ્રેશન, હાઈ અથવા લૉ બ્લડ સુગર લેવલ જેવી અનેક સમસ્યા થઈ શકે છે. જો કે કેટલાક ઘરગથ્થુ નુસખાની મદદથી આ સમસ્યાથી બચી શકાય છે.
લીંબુ પાણી પીવાથી પેટ સરળતાથી સાફ થઈ શકે છે. લીંબુ આપણા શરીરમાંથી ઝેરીલા પદાર્થો બહાર નીકાળે છે. જો વ્યક્તિને ક્યારેય કબજિયાતની સમસ્યા હોય, તો તાત્કાલિક રાહત મેળવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પી લેવું જોઈએ.
અનેક વખત પેટમાં સારા બેક્ટેરિયાની કમી થવાના કારણે પણ કબજિયાત જેવી સમસ્યા થઈ શકે છે. એવામાં તમે દહી અથવા દૂધનું સેવન કરી શકો છે. દહીથી પ્રોબાયોટિક મળે છે. એવામાં તમે એક અથવા બે કપ દહી ખાઈ શકો છે. જ્યારે વધારે તકલીફ થવા પર રાતે એક ગ્લાસ દૂધમાં બે ચમચી ઘી મિક્સ કરીને પીવું જોઈએ.
પેટ સાફ ના થવાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે સૂતા પહેલા 2-3 ત્રિફળા ટેબલેટ ગરમ પાણી સાથે ખાઈ શકો છો. જણાવી દઈએ કે, ત્રિફળા હરડે, બહેડા અને આમળાથી બનેલ હોય છે. આ ત્રણેય જડીબુટ્ટીઓ પેટ માટે ફાયદેમંદ મનાય છે.
મહિલાઓને એક દિવસમાં સરેરાશ 25 ગ્રામ ફાઈબર જોઈએ છે. જ્યારે પુરુષને 30-35 ગ્રામ ફાઈબરની આવશ્યક્તા હોય છે. એવામાં તમારે ડાઈઝેશન સુધારવા માટે ફાઈબર યુક્ત ખોરાક લેવો જોઈએ.
અપચાથી છૂટકારો મેળવવા માટે હીંગનો પાવડર બેસ્ટ ઑપ્શન છે. એવામાં પેટ સાફ કરવા માટે તમારે એક ગ્લાસ ગરમ પાણીની સાથે એક ચમચી હીંગ પાવડરનું સેવન કરવું જોઈએ.