વધતા પ્રદૂષણ અને ખરાબ જીવનશૈલીને કારણે આજકાલ વાળ સફેદ થવાની સમસ્યા સામાન્ય બનતી જઈ રહી છે પરંતુ શરીરમાં કેટલાક વિટામિનની અછત સર્જાતા પણ વાળ સફેદ થવા લાગે છે. ચલો જાણીએ એ વિટામિન વિશે.
વિટામિન બી 12 આપણા શરીરમાં સેલ્સ બનાવવાનુ કરે છે. જયારે શરીરમાં વિટામિન બી 12 ઉણપ સર્જાતા પણ વાળ સફેદ થવા લાગે છે. આ વિટામિનની ઉણપને દૂર કરવા તમે દૂધ, દહીં અને સોયાબીનનું સેવન કરી શકો છો.
શરીરમાં વિટામિન બી ની ઉણપથી થાય છે ત્યારે પણ માથાના વાળ સફેદ થવા લાગે છે. સાથે સાથે તે વાળનું ખરવાનુ કારણ પણ બને છે. શરીરમાં આ વિટામિનની ઉણપને દૂર કરવા તમે દાળ અને મશરુમ ખાઈ શકો છો.
વિટામિન સી શરીરના સ્વાસ્થ્યની સાથે સાથે વાળ માટે પણ ફાયદાકારક છે પરંતુ તેની ઉણપથી માથાના વાળ સફેદ થવા લાગે છે. તેની ઉણપને દૂર કરવા માટે તમે આંબળા, કીવી અને લીલી શાકભાજી ખાઈ શકો છો.
શરીરમાં આયરનની ઉણપ ચામડી અને વાળ બન્ને પર અસર કરે છે. આયરન ની ઉણપને દૂર કરવા માટે તમે દાડમ અને મેથીનું સેવન કરી શકો છો.
વાળને મજબૂત તથા ચમકદાર બનાવવા માટે પ્રોટીન ખૂબ જ જરુરી છે. જ્યારે શરીરમાં પ્રોટીનની અછત થવા લાગે ત્યારે વાળ ખરવાની તથા સફેદ થવાની સમસ્યા જોવા મળતી હોય છે. શરીરમા પ્રોટીનની ઉણપને દૂર કરવા માટે તમે આહારમાં કઠોળ,ઈંડા તથા માંસ લઈ શકો છો.