ત્રિફળાનુ આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે. આ ત્રણ ફળોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેના સેવનથી ઘણી બિમારીઓ દૂર રહે છે.
ત્રિફળાને આંબળા,જાયફળ અને હરળે એમ ત્રણેય વસ્તુનું મિશ્રણ કરીને બનાવવામાં આવે છે. ચલો તેના ફાયદા વિશે જાણીએ.
ત્રિફળાને ખાવાથી રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો થાય છે.જે રોગો સામે લડવામાં મદદ કરે છે. આંબળામાં ભરપૂર માત્રામાં વિટામીન સી હોય છે.
ત્રિફળાનુ સેવન કરવાથી પાચનશક્તિમાં સુધારો આવે છે. કબજિયાત જેવી સમસ્યામાં ત્રિફળાનુ સેવન લાભદાયી છે. તેમા રહેલા તત્વો શરીરને ડિટોક્સ કરે છે.
ત્રિફળાને ખાવાથી હૃદય સંબધિત સમસ્યાઓનુ જોખમ કરે છે. તે કેલેસ્ટ્રોલને નિયંત્રણ કરે છે.
ત્રિફળા શરીરનુ જન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી મેટાબોલીજમમાં સુધારો આવે છે જેનાથી વજન ઓછુ કરવામાં સરળતા રહે છે.
ત્રિફળાનુ સેવન કરવાથી લોહી સાફ રહે છે. ત્રિફળા શરીર માંથી ટોક્સિંસને દૂર કરે છે.