મંદિરની સફાઈ ક્યારે કરવી જોઈએ? જાણી લો


By Prince Solanki07, Jan 2024 02:50 PMgujaratijagran.com

મંદિર

મંદિર ઉપરાંત લોકો ઘરે પૂજા પાઠ માટે લોકો મંદિર બનાવે છે. મંદિરમા દેવી દેવતાઓના ફોટા તથા મૂર્તિ રાખીને તેની પૂજા કરે છે.

મંદિરની સફાઈ

જ્યા દેવી દેવતાઓ બિરાજમાન હોય છે ત્યા સફાઈ રાખવી ખૂબ જ જરુરી હોય છે, કારણ કે દેવી દેવતાઓને સફાઈ ખૂબ જ પ્રિય છે.

પૂજાથી પહેલા

આમ તો રોજ પૂજા કરતા પહેલા મંદિરની પૂજા કરી લેવી જોઈએ ત્યારબાદ જ પૂજા અર્ચના કરવી જોઈએ.

આ દિવસે કરો સફાઈ

જો તમે મંદિરની સફાઈ સારી રીતે કરવા માંગો છો તો સફાઈ માટે શનિવારનો દિવસ પસંદ કરો. આમ કરવાથી ઘરના કષ્ટ દૂર થાય છે.

ગંગાજળ છાંટો

શનિવારના દિવસે મંદિરની સફાઈ કર્યા બાદ પૂરા ઘરમા ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. આમ કરવાથી ઘર શુધ્ઘ અને સકારાત્મક રહે છે.

આર્થિક લાભ

શનિવારના દિવસે મંદિરની સફાઈ કર્યા પછી ગંગાજળ છાટવાથી વ્યક્તિને આર્થિક લાભ થાય છે.

આ દિવસે ન કરો સફાઈ

માન્યતાઓના પ્રમાણે ગુરુવારના અને એકાદશીના દિવસે ભૂલથી પણ મંદિરની સફાઈ ન કરવી જોઈએ. તેનાથી લક્ષ્મી માં નારાજ થઈ શકે છે.

અન્ય આધ્યાત્મિકતા સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

શિવલિંગ પર પાણી ચડાવતા સમયે ક્યા મંત્રનો જાપ કરવો જોઈએ? જાણી લો