ભારતના આ શહેરને કહેવામાં આવે છે Temple City


By Smith Taral21, Feb 2024 05:02 PMgujaratijagran.com

ભારતમાં અનેક ધર્મના લોકો સાથે રહે છે. આને યુનીટી ઈન ડાયવર્સીટીનો દેશ કહેવાય છે. અહીંના દરેક શેરી અને વસાહતમાં ઘણા મંદિરો જોવા મળે છે. મંદિરોનું ભારતીય સંસ્કૃતિમાં તેનું ખૂબ મહત્વ છે. ભારતમાં એક શહેર છે જેને મંદિરોનું શહેર કહેવામાં આવે છે. ચાલો તેના વિશે વિસ્તારથી જાણીએ.

ટેમ્પલ સિટી

ઓડિશા રાજ્યની રાજધાની ભુવનેશ્વરને ટેમ્પલ સિટી તરીકે ઓળખવામાં આવે છે. અહીં આવેલા મંદિરોને કારણે આ શહેરને આ નામ આપવામાં આવ્યું છે.

ટેમ્પલ સિટી કેમ કહેવામાં આવે છે?

ભુવનેશ્વરમાં 500 થી વધુ મંદિરો આવેલા છે. આ કારણથી તે મંદિરોના શહેર તરીકે ઓળખાય છે. ભારતભરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે.

યુનેસ્કોની લીસ્ટમા છે સામેલ

ભુવનેશ્વરમાં આવેલું એકમ્ર ક્ષેત્ર મંદિર તેની વાસ્તુકલા માટે વિશ્વભરમાં પ્રસીધ્ધ છે. યુનેસ્કોની યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સૌથી પ્રાચીન મંદિર છે.

તેની સંસ્કૃતિ માટે છે પ્રખ્યાત

ભુવનેશ્વરમાં ઘણા પ્રાચીન મંદિરો છે. આ શહેર તેની સંસ્કૃતિ માટે ભારતમાં પ્રખ્યાત છે. અહીં 6ઠ્ઠી અને 11મી સદીમાં મંદિરો બનાવવામાં આવ્યા છે.

લિંગરાજ મંદિર

ભુવનેશ્વરનું પ્રખ્યાત લિંગરાજ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ સિવાય તમને અહીં રાજરાણી મંદિર, અનંત વાસુદેવ મંદિર, મુક્તેશ્વર મંદિર જેવા સુંદર મંદિરના પણ દર્શન કરી શકો છો.

મંદિરો ભક્તોને આકર્ષે છે

ભુવનેશ્વરમાં સૌથી જૂના અને પ્રખ્યાત મંદિરો જોવા મળે છે. અહીં દર વર્ષે હજારો ભક્તો ભેગા થાય છે. તમે તમારા પરિવાર સાથે અહીં મુલાકાત લેવા આવી શકો છો.

અનોખું સ્થાપત્ય

ભુવનેશ્વર શહેરના મંદિરો ભારતના અદ્ભુત સ્થાપત્યનું ઉદાહરણ છે. અહીં તમને વિવિધ ધર્મોના મંદિરો જોવા મળશે.

આ છે ગુજરાતના ફેમસ ટુરીસ્ટ ડેસ્ટીનેશન