આ છે ગુજરાતના ફેમસ ટુરીસ્ટ ડેસ્ટીનેશન


By Smith Taral20, Feb 2024 06:54 PMgujaratijagran.com

સોમનાથ મંદિર

આ મંદિર ગુજરાતના મુખ્ય યાત્રાધામોમાંનું એક છે. આ શિવ મંદિર 12 જ્યોતિર્લિંગોમાં સામેલ છે. હાલનું મંદિર 1951માં બાંધવામાં આવ્યું હતું.

દ્વારકાધીશ મંદિર

તે ગુજરાતના દ્વારકામાં સ્થિત આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર ધામોમાંનું એક છે. લગભગ બે હજાર વર્ષ પહેલાં બનેલું આ પાંચ માળનું મંદિર 235 મીટર ઊંચું છે.

સાબરમતી આશ્રમ

સાબરમતી આશ્રમ સાબરમતી નદીના કિનારે આવેલું છે આ એક શાંત જગ્યા છે જ્યા તમે ગાંધીજીના જીવન વિશે નજીકથી જાણી શકશો. આ આશ્રમ 1917 થી 1930 સુધી ગાંધીજીનું મુખ્ય મથક હતું.

ગિરનાર

તે ગુજરાતની પર્વતમાળા છે. હિન્દુ અને જૈન ધર્મમાં તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. અહીં લગભગ 866 હિન્દુ અને જૈન મંદિરો છે.

બરોડા મ્યુઝિયમ

આ મ્યુઝિયમ અને આર્ટ ગેલેરી સયાજી બાગમાં છે. જેમાં ભારત, ચીન, તિબેટ, જાપાન અને યુરોપ સહિત ઘણા દેશોની પ્રાચીન વસ્તુઓ જોવા મળશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

આ ગુજરાતના નર્મદા જિલ્લામાં છે અહીં સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા છે. આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. તેને 7 કિમી દૂરથી પણ જોઈ શકાય છે.

કાંકરિયા તળાવ

કાંકરિયા તળાવ ગુજરાતનું સૌથી મોટું તળાવ છે. અમદાવાદનું આ તળાવ સુલતાન અહેમદ શાહે બંધાવ્યું હતું. આ તળાવ પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.

કચ્છનું રણ

આ વિશ્વનું સૌથી મોટું મીઠું રણ છે. અહીંનો રણઉત્સવ વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંના કલા, સંસ્કૃતિ અને સંગીતનો તમે આનંદ માણી શકો છો.

સાપુતારા હિલ સ્ટેશન

ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું આ હિલ સ્ટેશન લગભગ 873 મીટરની ઉંચાઈ પર આવેલું છે. અહીંના પહાડો, પાર્ક, સ્વિમિંગ પૂલ, બોટ ક્લબ અને મ્યુઝિયમ જોવાલાયક છે.

ગીર નેશનલ પાર્ક

આ ગુજરાતનું વન્યજીવ અભયારણ્ય છે. એશિયાટિક સિંહોને જોવા માટે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે.

રાણીની વાવ

ગુજરાતનો પાટણ જિલ્લો રાણી ની વાવ માટે પ્રખ્યાત છે. રાણીની વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં પણ સામેલ કરવામાં આવી છે.

જો તમે વેકેશન પ્લાન કરી રહ્યા હોવ તો જામનગરના આ બીચ છે પરફેક્ટ હોલીડે ડેસ્ટીનેશન