પુરુષોઓ પણ સ્ત્રીઓની માફક વાળની સંભાળ રાખવાની જરૂર પડતી હોય છે, નહીંતર તેમના વાળની ગુણવત્તા ઘટે છે અને વાળ પણ જડપથી ખરવા લાગે છે. સ્રીઓની સરખામણીમાં પૂરુષોના વાળ જલદી ખરી જાય છે તેવું રીસર્ચમાં પણ જોવા મળ્યું છે,માટે તેની સારસંભાળ રાખવી ખૂબ જરૂરી છે. આ સ્ટોરીમાં આપણે એવા હેયર ઓઈલનું લીસ્ટ જોઈશુ જે પૂરુષોને વાળ મજબૂત બનાવવામાં મદદ કરે છે
નાળિયેર તેલ સ્કાલ્પને કન્ડિશનીંગ કરી તેને સ્વસ્થ રાખે છે એને ડેન્ડ્રફ જેવી સમસ્યાથી પણ બચાવીને રાખે છે.
ટી ટ્રી તેના એન્ટીબેક્ટેરિયલ ગુણોના લીધે વાળના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમને ડ્રાય સ્કીને અને ડેન્ડ્રફની તકલીફથી પરેશાન હોવ તો આ તેલનો ઉપયોગ કરી શકો છો
આર્ગન તેલ માથામાં લગાવાથી તે સ્કાલ્પને પોષણ આપવામાં મદદ કરે છે. આમાં રહેલા એન્ટીઑકિસડન્ટો અને ફેટી એસિડ્ તમને ડ્રાય સ્કીનથી બચાવે છે અને સ્કાલ્પને પૂરતા પ્રમાણમાં મોઈશ્ચર પૂરુ પાડે છે
એરંડાનું તેલથી વાળમાં મસાજ કરવાથી લોહીનું પરિભ્રમણ સારુ થાય છે અને વાળના વિકાસમાં મદદ કરે છે
જો તમે વધુ ચીકાશ વાળું તેલ ન પસંદ હોય તો તમે Jojoba તેલને ઉપયોગમાં લઈ શકો છો, આમાં ઓછી ચીકાશ હોય છે જે સોફ્ટ અને હળવા વાળ માટે પરફેક્ટ છે. આમાં રહેલા વિટામિનથી વાળ ખરતા અટકાવે છે