ઘણા લોકો સાંજે અથવા રાત્રે સુતા પહેલા વર્કઆઉટ કરતા હોય છે. કસરત કરવી સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે એ સૌ આપણે જાણીએ છે, પરંતુ શું રાત્રે સુતા પહેલા વર્કઆઉટ કરવું જોઈએ. આવો જાણીએ નિષ્ણાત દિલરાજપ્રીત કૌર પાસેથી રાત્રે કસરત કરવી જોઈએ કે નહીં.
સવારના સમયને કસરત માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે, જે તમને દિવસ દરમિયાન પૂરતી ઉર્જા પૂરી પાડે છે. જો કે, વર્કઆઉટ સાંજે પણ કરી શકાય છે.
અતિશય કામ અને તણાવને લીધે માથાનો દુખાવાની સમસ્યા થઈ શકે છે આવામાં રાત્રે કસરત કરવાથી તેમા રાહત મેળવી શકાય છે અને ઊંઘ પણ સારી આવે છે.
કેટલાક લોકો સાંજે વધું સારી રીતે કસરત કરી શકે છે, આ સમયે તેમની સહનશક્તિ અને શારીરિક ક્ષમતા વધુ હોય છે જે તેમને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે
જેમને પીઠમાં દુખાવા જેવી તકલીફ રહેતી હોય તેમની માટે રાત્રે કસરત કરવી ફાયદાકારક બની શકે છે. આનાથી પીઠના દુખાવામાં રાહત મળે છે અને તમને રાત્રે સારી ઊંધ આવે છે
નિષ્ણાતો સવાર સાંજ બંને સમયને કસરત માટેનો યોગ્ય સમય માને છે. અને જો તમે દરરોજ બે વખત કસરત કરો છો તો ઝડપથી સ્નાયુઓને મજબૂત બનાવી શકો છો
જેમને સવારે કસરત માટે સમય નથી મળળો તેઓ સાંજે કસરત કરીને યોગ્ય પરીણામ મેળવી શકે છે. સાંજે કસરત કરવાથી શરીર થાકવાની જગ્યાએ તેને યોગ્ય આરામ મળી શકે છે.
રાત્રે ક્યારેય ભારે કસરત ન કરવી જોઈએ. આવું કરવું તમારા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે, માટે માત્ર હળવી કસરત કરો.