જો તમે એરોબિક એક્સરસાઈઝને પણ તમારા વર્કઆઉટ રૂટિનમાં સામેલ કરો છો, તો મસલ્સ ગ્રોથની સાથે-સાથે સ્ટેમિના અને હેલ્થમાં પણ જબરદસ્ત સુધારો થાય છે. આ મામલે ફિટનેસ એક્સપર્ટ પાસેથી જાણીએ કે, એવી કઈ 5 એરોબિક એક્સરસાઈઝ છે, જે વજન ઉતારવામાં મદદરૂપ થઈ શકે છે.
જિમ એક્સરસાઈઝની પહેલા સામાન્ય કાર્ડિયોથી સ્ટેમિના વધારો. જેનાથી બૉડી ફ્લેક્સિબલ બને છે. ઈજાની આશંકા ઓછી રહે છે અને પર્ફોમન્સ પણ સુધરે છે.
જિમમાં રહેલી સાઈક્લિંગ મશીનનો 10 થી 15 મિનિટ ઉપયોગ કરો. જે પગની તાકાત, હેલ્ધી હાર્ટ અને ફેટ બર્ન માટે શાનદાર વિકલ્પ છે.
ક્રોસ ટ્રેનર મશીન સાંધા પર ઓછું દબાણ લાવે છે. આ એક્સરસાઈઝ રોજ નહીં, તો સપ્તાહમાં 2-3 દિવસ તો કરવાની રાખો, જે કાર્ડિયોની સાથે-સાથે તમારો સ્ટેમિના પણ વધારે છે.
દરરોજ 20 મિનિટ સુધી પગપાળા ચાલવું તમારા હાર્ટ અને પગ બન્ને માટે સારું રહે છે. જે ચરબી ઘટાડવા સાથે-સાથે વજનને પણ કંટ્રોલમાં રાખે છે.
સ્વિમિંગથી માંસપેશીઓને મજબૂતી મળવા સાથે શરીરને પણ લચીલું બનાવે છે. આ એક્સરસાઈઝ તમારો થાક ઓછો કરવાની સાથે-સાથે મસલ્સ પણ મજબૂત બનાવે છે.
ટ્રેડમિલ પર 15-20 મિનિટનું રનિંગ તમારા હાર્ટ, ફેફસા અને માનસિક શક્તિને પણ મજબૂત બનાવે છે. આ સાથે જ આ એક્સરસાઈઝથી કેલરી બર્ન કરવામાં મદદ મળે છે.
હાઈ ઈન્ટેસિટી ઈન્ટરવલ ટ્રેનિંગ (HIIT) બૉડી ફેટને ઝડપથી બર્ન કરવાનું કામ કરે છે. બૉડી બિલ્ડિંગની સાથે-સાથે આ કાર્ડિયોને સામેલ કરવાથી મસલ્સ ડિફિનિસનમાં મદદ મળે છે.
એરોબિક એક્સરસાઈઝ તમારા ફિઝિકને શેપ આપવાનું કામ કરે છે. ઉપર જણાવેલી એક્સરસાઈઝ અપનાવી જુઓ અને 15 દિવસમાં ફર્ક જોવા મળશે.