કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવા માટે આપણને સમયસર તેની જાણ થઈ જાય, તે ખૂબ જ આવશ્યક છે. જેથી શરૂઆતના લક્ષણો દેખાતા જ સતર્ક થઈ જવાય અને સમયસર સારવાર મેળવીને આ રોગને ઉગતો જ ડામી દેવાય.
ડૉ. નીતિ રાયઝાદાના જણાવ્યા પ્રમાણે, કેન્સર જેવી ઘાતક બીમારીથી બચવા માટે તમે અંગ્રેજી શબ્દ PREVENTના ફૉર્મુલાને અપનાવી શકો છો.
સૂરજની સીધી કિરણોથી બચવા માટે બહાર જતી વખતે સનસ્ક્રીન લગાવો. છાંયડામાં રહો અને બને ત્યાં સુધી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો. જેનાથી સ્કિન કેન્સરનો ખતરો ટળી શકે છે.
તમાકુ, સિગારેટ અને દારૂનું વ્યસન બંધ કરી દો. આવી વસ્તુનું વ્યસન કેન્સરના ખતરાને વધારી દે છે. ખાસ કરીને ફેફસા અને મોંઢાનું કેન્સર થવાના ચાન્સ વધી જાય છે.
હેલ્ધી અને બેલેન્સ ડાયટ જેમ કે લીલા શાકભાજી, ફ્રેશ ફળ અને ફાઈબરથી ભરપુર ફૂડ ખાવ. જેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે અને કેન્સર થવાનું જોખમ ઓછું થઈ જાય.
નિયમિત રીતે શરીરની તપાસ કરાવવી જરૂરી છે. ખાસ કરીને જો કોઈ ગાંઠ, સોજો કે ઘાવ લાંબા સમય સુધી ના મટે, તો તેને સાધારણ સમજીને નજરઅંદાજ કરવાની ભૂલ ના કરશો.
કેન્સરથી બચવા માટે HPV અને હિપેટાઈટિસ B જેવી જરૂરી વૅક્સિન અચૂક લેવી જોઈએ. જેના પરિણામે શરીર આ ચેપથી બચી રહેશે અને કેન્સરનો ખતરો પણ ઘટશે.
મોટાપો કેન્સરનું કારણ બની શકે છે. આથી બને ત્યાં સુધી તમારું વજન કંટ્રોલમાં રાખો. આ માટે દરરોજ થોડા સમય સુધી એક્સરસાઈઝ કરો અને બને ત્યાં સુધી જંક ફૂડ ખાવાનું ટાળો.
અસુરક્ષિત જાતિય સબંધોથી બચો અને સ્વચ્છતાનું ધ્યાન રાખો. કેટલાક ચેપ જેમકે HPV ગર્ભાશય અને ગુપ્તાંગના કેન્સરનું કારણ બની શકે છે.
જો તમને સતત થાક, એકાએક વજન ઘટવું તેમજ ભૂખ ઓછી લાગવા જેવી તકલીફ રહેતી હોય, તો તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ. આ લક્ષણો પણ કેન્સર થવાનો સંકેત હોઈ શકે છે.