સપ્ટેમ્બર મહિનામાં, વારાણસીની ગંગા નદીના કિનારે વિદેશી પક્ષીઓની આવે છે, જે આ પવિત્ર નગરીની સૌંદર્યમાં એક અનોખો અનુભવ કરાવે છે
આ મહિને લદ્દાખની અલૌકીક સુંદરતા જોવા જેવી હોય છે, હવે જ્યારે વરસાદની મોસમ પૂરી થઈ ગઈ છે, ત્યારે લદ્દાખના આકાશી નઝારા અને નદીઓનું શાંતીપુર્ણ વાતાવરણનો સંપૂર્ણ આનંદ માણી શકો છો.
સપ્ટેમ્બર ગોવાના બીચ પર શાંતિપૂર્વક સમય પસાર કરવાનો શ્રેષ્ઠ સમય છે, આ સમયે ત્યા ન ઉનાળો છે કે ના વરસાદ. ત્યાના ખુશનુમાં વાતાવરણ વચ્ચે અને શાંત બીચ અને ગોવાની નાઈટ લાઈફનું આનંદ માણી શકો છો
આ મહિને રાજસ્થાનની ગરમી ઓછો થઇ જાય છે, આથી ઉદયપુર અને જયપુર જેવા શહેરોમાં આવેલા ભવ્ય કિલ્લાઓ અને હવેલીઓની મુલાકાત માટે આ ઉત્તમ સમય છે.
સપ્ટેમ્બર પછી દાર્જિલિંગનું આકાશ સંપુર્ણ સાફ થઈ જતું હોય છે, આ સ્થળેથી હિમાલયની વિશાળ પર્વતમાળાઓને નિહાળી શકો છો
સપ્ટેમ્બરમાં પંજાબના ગોલ્ડન ટેમ્પલની મુલાકાત લઈને શાંતિ, શ્રદ્ધા, અને આધ્યાત્મિકતાનો અનુભવ કરી શકો છો.