ભૂલથી પણ આવા લોકોએ છાશ ના પીવી જોઈએ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુક્સાન


By Sanket M Parekh31, Jul 2023 04:28 PMgujaratijagran.com

લેક્ટોજ ઈનટોલરેન્સ

લેક્ટોજ ઈનટૉલરેન્સથી પીડિત લોકોએ છાશ પીવાથી દૂર રહેવું જોઈએ. હકીકતમાં છાશમાં લેક્ટોજ નામે નેચરલ સુગર હોય છે, જે લેક્ટોજ ઈનટૉલરન્સથી પીડિત લોકોને પચવામાં મુશ્કેલ હોય છે.

સાંધાના દુખાવામાં

સાંધાના દુખાવામાં ડેરી પ્રોડક્ટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. સાંધાના દુખાવામાં છાશ પીવાથી ઘણી વખત સોજા વધી જાય છે.

શરદી-ખાંસી

શરદી-ખાંસીમાં છાશનું સેવન નુક્સાનદાયક નીવડી શકે છે. છાશની તાસીર ઠંડી હોય છે. જે શરદી-ખાંસીના લક્ષણોને વધારી શકે છે.

હાર્ટના પેશન્ટ

હાર્ટના પેશન્ટને પણ છાશ ના પીવાની સલાહ આપવામાં આવે છે. હકીકતમાં છાશમાં સેચ્યૂરેટેડ ફેટ્સનું પ્રમાણ વધારે હોય છે, જે શરીરમાં ફેટની સાથે-સાથે કોલેસ્ટ્રૉલ પણ વધારી શકે છે. જેથી હાર્ટને નુક્સાન થઈ શકે છે.

એગ્જિમા

એગ્જિમા ત્વચા સબંધી રોગ છે, જેમાં છાશ સહિત અન્ય ડેરી પ્રોડક્ટથી બચવાની સલાહ આપવામાં આવે છે. જેને પીવાથી અનેક વખત સ્કીન સબંધી સમસ્યા વધી શકે છે.

જાયફળ વાળુ દૂધ પીવાથી થશે ગજબના ફાયદા, જે કદાચ તમને કોઈએ નહીં જણાવ્યા હોય