જાયફળની તાસીર ગરમ હોય છે. જેમાં દૂધ મિક્સ કરીને પીવાથી શરદી-ખાંસીના લક્ષણો ઓછા થાય છે. આ માટે તમે જાયફળને ઘસીને દૂધમાં નાંખીને પી શકો છો.
જો તમે ઊંઘ પૂરી ના થવાની સમસ્યા હોય, તો એવામાં જાયફળને દૂધમાં મિક્સ કરીને પી શકો છો. જેમાં રહેલા ગુણ તણાવ અને થાકને ઓછો કરીને ઊંઘ લાવવામાં મદદગાર હોઈ શકે છે.
જાયફળ એન્ટીઑક્સીડેન્ટ્સ અને વિટામિન-સીથી ભરપુર હોય છે. જેને દૂધમાં મિક્સ કરીને પીવાથી સ્કિન પર નિખાર આવે છે. આ સાથે જ ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે.
દૂધમાં જાયફળ મિક્સ કરીને પીવાથી પેટની અનેક સમસ્યામાં ફાયદા મળી શકે છે. જેનાથી ગેસ, અપચા જેવી સમસ્યાઓ ઓછી થવા સાથે જ પાચન તંત્ર પણ મજબૂત બને છે.
ઈમ્યૂનિટી વધારવા માટે તમે દૂધમાં જાયફળ મિક્સ કરીને પી શકો છો. જેમાં એન્ટી ઑક્સિડેન્ટ્સ અને વિટામિન-સી હોય છે. જે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવીને ઈન્ફેક્શનના ખતરાને પણ ઓછો કરે છે.