ચોમાસાની સિઝનમાં લસણ બૂસ્ટ કરશે તમારી ઈમ્યૂનિટી, અન્ય ફાયદા જાણીને ચોંકશો તમે


By Sanket M Parekh31, Jul 2023 04:12 PMgujaratijagran.com

પોષક તત્ત્વ

લસણમાં વિટામિન-બી અને વિટામિન-સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ સાથે જ તેમાં સેલેનિયમ, મેંગેનીઝ અને કેલ્શિયમ જેવા તત્વો પણ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ સાબિત થઈ શકે છે.

શરદી-ઉધરસમાં રાહત

બદલાતી સિઝનના પગલે શરદી-ખાંસીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. એવામાં લસણનું સેવન કરવાથી આ સમસ્યામાંથી રાહત મળી શકે છે.

પેટ સાથે સંકળાયેલી સમસ્યા માટે

લસણમાં એન્ટીસેપ્ટીક ગુણ હોય છે, જે પેટ સાથે સંકળાયેલી સમસ્યામાંથી છૂટકારો અપાવી શકે છે. પેટમાં કીડા પડવા પર લસણનું સેવન કરવાથી રાહત મળે છે.

શ્વાસ સાથે સંકળાયેલી સમસ્યા

વરસાદની સિઝનમાં અનેક લોકો શ્વાસ સાથે સંકળાયેલી સમસ્યાનો સામનો કરવા લાગે છે. એવામાં લસણનું સેવન કરવું ફાયદેમંદ સાબિત થઈ શકે છે.

ઈમ્યુનિટી વધારશે

મોનસૂનમાં થતી બીમારીઓથી બચવા માટે ઈમ્યૂનિટી મજબૂત હોવી જરૂરી છે. લસણમાં રહેલ વિટામિન-સી, બી-6 સહિત અન્ય મિનરલ્સ ઈમ્યૂન સિસ્ટમને બૂસ્ટ કરવાનું કામ કરે છે.

દાંતના દર્દમાં આરામ

લવિંગની જેમ લસણને પણ દાંત વચ્ચે દબાવવું ફાયદેમંદ મનાય છે. આમ કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે અને ઈન્ફેક્શનનો ખતરો પણ ઓછો રહે છે.

લસણ કેટલું ખાવું યોગ્ય?

એક દિવસમાં લસણની બે કળીઓ ખાવી જોઈએ. જરૂરિયાતથી વધારે લસણ ખાવાથી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

ગેસના કારણે થતાં માથાના દુખાવા માટે અજમાવો આ ઘરગથ્થુ નુસખા, થોડીવારમાં મળશે રાહત