ગેસના કારણે થતાં માથાના દુખાવા માટે અજમાવો આ ઘરગથ્થુ નુસખા, થોડીવારમાં મળશે રાહત


By Sanket M Parekh31, Jul 2023 04:06 PMgujaratijagran.com

બદલાતી જતી લાઈફસ્ટાઈલ

બદલાતી જતી લાઈફસ્ટાઈલ અને કામના ભારણના પગલે અનેક વખત માથામાં દુખાવાની સમસ્યા થઈ જાય છે.

પેટમાં ગેસ

અનેક વખત આ સમસ્યા પેટમાં ગેસ થવાના કારણે પણ થઈ જાય છે. આ માથાનો દુખાવો ખૂબ જ ખતરનાક હોય છે.

ઘરગથ્થુ ઉપાય

તેનાથી બચવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય અજમાવી શકાય છે. જે ગેસ્ટ્રિક માથાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરશે.

વરિયાળીનું પાણી

પેટમાં ગેસ થવા પર વરિયાળી, જીરાનું પાણી પીવો. જેનાથી ગેસની સમસ્યામાં રાહત મળશે અને માથાના દુખાવામાં પણ આરામ મળશે.

ઠંડુ દૂધ

પેટમાં ગેસની સમસ્યા થવા પર ઠંડા દૂધનું સેવન કરો. જેથી એસિડિટીની સમસ્યા દૂર થઈ જશે.

લીંબુનો રસ

એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ નીકાળીને પીવાથી ગેસથી છૂટકારો મળે છે અને માથાના દુખાવામાં આરામ મળે છે.

અજમાનું પાણી

અજમાને પેટ માટે ખૂબ જ ફાયદેમંદ માનવામાં આવે છે. ગેસની સમસ્યામાં અજમાનું સેવન કરો. જેથી ગેસમાં રાહત મળશે અને માથાનો દુખાવો ઓછો થશે.

પુરતી ઊંઘ

ઓછી ઊંઘના કારણથી ગેસ અને એસિડિટીની સમસ્યા થવા લાગે છે. જેનાથી બચવા માટે પૂરતી ઊંઘ લો.

આ ભૂલનોનાં કારણે ખરે છે પુરુષોના વાળ