ભોજન કર્યા પછી પાણી ક્યારે પીવું જોઈએ? જાણી લો


By Vanraj Dabhi24, Mar 2024 03:15 PMgujaratijagran.com

પીવાનું પાણી

આપણા શરીરને પાણીની સૌથી વધુ જરૂર હોય છે, પરંતુ આપણે ભોજન દરમિયાન કે પછી પાણી પીવું જોઈએ નહીં.

ભોજન પછી પાણી ક્યારે પીવું

મોટાભાગના લોકો ભોજન લેતાની સાથે જ પાણી પી લેતા હોય છે,આજે અમે તમેન ભોજન કર્યાના કેટલા સમય પછી પાણી પીવાના સ્વાસ્થ્ય લાભો વિશે જણાવીશું.

તરત જ પાણી ન પીવું

જો તમે ભોજન કર્યા પછી તરત જ પાણી પીતા હોવ તો આજથી જ આ આદતને બદલી નાખો. આનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

સ્વાસ્થ્યમાં ફોયદો થશે

જો તમે દરરોજ જમ્યાના એક કલાક પછી પાણી પીશો તો તમને તમારા સ્વાસ્થ્ય માટે ઘણા અદ્ભુત ફાયદા થશે. તમને પેટ સંબંધિત સમસ્યાઓ ક્યારેય નહીં થાય.

ઊંઘ સારી આવે

મોટાભાગના લોકો ઊંઘ ન આવવાની સમસ્યાનો સામનો કરે છે. આવા લોકોએ રાત્રે જમ્યાના એક કલાક પછી પાણી પીવું જોઈએ.

પાચન સ્વસ્થ થશે

પાણી પીવાથી સંબંધિત નિયમોનું પાલન કરવાથી પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.

કેટલી મિનિટ પછી પી પીવું?

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર ભોજન લીધા બાદ 45 થી 60 મિનિટ પછી પાણી પીવું વધુ સારું છે.

પેટમાં ગેસ નહીં થાય

જો તમને પેટમાં ગેસ થવાની સમસ્યા હોય તો ભોજન કર્યા બાદ તરત જ પાણી પીવાનું બંધ કરી ને 45 થી 60 મિનિટ પછી પાણી પીવાની આદત પાડી દો.

વાંચતા રહો

આવા સ્વાસ્થ્ય સંબંધિત અન્ય સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શા માટે તમારે તમારી કિડનીના સ્વાસ્થ્યનું ધ્યાન આપવું જોઈએ