ચહેરા પર 1 ચમચી સરસવનું તેલ લગાવો, ત્વચામાં ગ્લો આવશે અને ટેનીંગ થશે દૂર


By Smith Taral28, May 2024 05:39 PMgujaratijagran.com

સરસવનું તેલ પોષકતત્વોથી ભરપૂર માનવામાં આવે છે, આમાં ઓમેગા-3 ફેટી એસિડ, ઓમેગા 6 ફેટી એસિડ, એન્ટીઑકિસડન્ટ રહેલુ હોય છે. સરસવનું તેલ ત્વચા માટે પણ ઘણું ફાયદાકારક છે, આને ચહેરા પર લગાવવાના ઘણા ફાયદા છે. આવો જાણીએ ન્યુટ્રિશનિસ્ટ અને MY2BMIના સ્થાપક, પ્રીતિ ત્યાગી પાસેથી જે સરસવાના તેલને ત્વચા પર લગાવવાના ફાયદા જણાવે છે

વૃદ્ધત્વ

સરસવના તેલમાં રહેલું ઓમેગા-3 ફેટી એસિડ અને આલ્ફા-લિનોલેનિક એસિડ ત્વચામા કરચલીઓ થતી અટકાવે છે. આમાં રહેલા ગુણધર્મો શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનને અટકાવે છે.

ટેનીંગ અટકાવે છે

સરસવનું તેલ ટેંનીગ ઘટાડવા માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ એક ચમચી સરસવનું તેલ લગાવવાથી પણ ત્વચાની ટેનીંગ ઓછી થાય છે.

ચહેરા પર આવશે ગ્લો

સરસવના તેલમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન્સ અને ફેટી એસિડ્સ હોય છે જે ત્વચાને ચમકદાર બનાવે છે

ખીલ દૂર થઈ જશે

સરસવના તેલમાં રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો ખીલ સામે રક્ષણ આપે છે. આ લગાવવાથી તમને એક્ને જેવી સમસ્યા નથી થતી

ખીલ દૂર થઈ જશે

સરસવના તેલમાં રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો ખીલ સામે રક્ષણ આપે છે. આ લગાવવાથી તમને એક્ને જેવી સમસ્યા નથી થતી

હોઠને નરમ કરો

હોઠ પર સરસવનું તેલ લગાવવાથી હોઠ મોઈશ્ચરાઈઝ્ડ રહે છે અને જો હોઠ ફાટી ગયા હોય તો તેને સાજા કરવામાં પણ મદદ કરે છે

સરસવનું તેલ કેવી રીતે લગાવવું?

1 ચમચી સરસવનું તેલમાં અડધી ચમચી નારિયેળ તેલ મિક્સ કરો, હવે આ તેલથી તમારા આખા ચહેરા પર મસાજ કરો. આમ તેને આખી રાત રહેવા દો અને સવારે નવશેકા પાણીથી ચહેરો સાફ કરો.

ઉનાળામાં વિટામિન B12થી ભરપૂર આ ફળોનું સેવન કરો