અમેરિકાની 16મી સૌથી મોટી સિલિકોન વેલી બેંક બંધ થવાથી શું અસર થશે?


By 11, Mar 2023 04:13 PMgujaratijagran.com

શા માટે બંધ થઈ બેંક

બેંકની આર્થિક સ્થિતિ ખુબ ખરાબ થઈ જતા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. તે 210 અબજ ડોલર કરતા વધારે એસેટ્સ ધરાવે છે. વ્યાજદરો વધતા બેંકની આર્થિક સ્થિતિ બગડી હતી.

ટેક કંપનીઓને આપતી હતી ધિરાણ

તે નવા યુગની ટેક કંપનીઓ અને વેન્ચર કેપિટલની રોકાણ ધરાવતી કંપનીઓને આર્થિક સપોર્ટ આપતી એક અગ્રણી બેંક હતી. છેલ્લા 18 મહિનામાં ફેડે વ્યાજ વધારતા બેંકોને ભારે નુકસાન થઈ રહ્યું છે.

શા માટે આવી રહી છે 2008ની યાદ

વર્ષ 2008માં અમેરિકાની લેહમન બ્રધર્સને પગલે અમેરિકામાં બેન્કિંગ ક્રાઈસિસ સર્જાઈ હતી અને તેને લીધે સમગ્ર વિશ્વમાં મંદી આવી હતી.

સિલિકોન વેલી બેંક બંધ થવાની ભારત પર શું અસર થશે

ભારતની બેન્કિંગ વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. RBIના વડા શક્તિકાંત દાસે કડકાઈપૂર્વક બેંકોના દેવાની વસૂલાત કરાવી છે. IBC કોડથી પ્રમોટર્સને પણ ડર લાગે છે.

બેન્કિંગ સેક્ટર માટે મુશ્કેલ સ્થિતિ

અમેરિકાની બેન્કિંગ વ્યવસ્થામાં નવેસરથી મુશ્કેલીની સ્થિતિ સર્જાઈ છે.

બે દાયકા બાદ Tata Groupની દિગ્ગજ કંપનીનો માર્કેટમાં આવી રહ્યો છે IPO