બે દાયકા બાદ Tata Groupની દિગ્ગજ કંપનીનો માર્કેટમાં આવી રહ્યો છે IPO


By Nilesh Zinzuwadiya10, Mar 2023 07:54 PMgujaratijagran.com

ટાટા ટેકનોલોજીસ

બે દાયકા બાદ Tata ગ્રુપની અગ્રણી કંપની ટાટા ટેકનોલોજીસનો IPO લોંચ થવાની તૈયારીમાં છે. તેણે SEBI સમક્ષ DRHP દાખલ કર્યું છે. આ અગાઉ TCS દ્વારા જાહેર ભરણું રજૂ કરાયેલું

9 માર્ચે DRHP દાખલ કર્યું

ટાટા ટેકનોલોજીનો IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ રહેશે. એટલે કે કંપનીના પ્રમોટર ટાટા મોટર્સ IPO મારફતે પોતાની હિસ્સેદારી વેચશે. 9 માર્ચ,2023ના રોજ કંપનીએ DRHP દાખલ કર્યું છે.

ટાટા મોટર્સ છે પ્રમોટર કંપની

ટાટા ટેકનોલોજીના IPOમાં ઓફર ફોર સેલ અંતર્ગતકુલ 9.57 કરોડ (95,708,984) શેર્સ ઈશ્યુ કરવામાં આવશે, જે કંપનીના 23.60 ટકા ભરપાઈ થયેલી શેરમૂડીને સમકક્ષ છે.

આ સંસ્થાઓ પણ ધરાવે છે હિસ્સેદારી

ટાટા કેપિટલ એડવાઈઝર્સ દ્વારા સંચાલિત સિંગાપુર બેઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ અલ્ફા ટીસી હોલ્ડિંગ્સ PTE લિમિટેડ પાસે 8.96 ટકા હિસ્સેદારી છે. જ્યારે ટાટા કેપિટલ ગ્રોથ પાસે 4.48 ટકા હિસ્સેદારી છે.

રૂપિયા 4,000 કરોડના IPOની શક્યતા

ટાટા ટેકનોલોજીએ કહ્યું હતું કે તે Pre-IPO પ્લેસમેન્ટ કરવા જઈ રહી નથી. કંપની IPO મારફતે બજારમાંથી રૂપિયા 3500થી રૂપિયા 4,000 કરોડનું ભંડોળ એકત્રિત કરી શકે છે.

વિશ્વભરના દેશોમાં મંદી છે ત્યારે ભારતમાં ઈંધણની માંગ શા માટે વધી રહી છે?