જો તમને ખૂબ જ વધારે ગુસ્સો આવે છે અને હંમેશા ચિડાયેલા રહો છો તો તેનુ કારણ વિટામિન ડીની ઉણપ હોય શકે છે. ચલો જાણીએ વિટામિન ડીની ઉણપ પૂરી કરતા ફૂડ વિશે.
પ્રોફેસર એન્ડ્રુ વિલ્મર દ્રારા કરવામા આવેલા સંશોધન પ્રમાણે શરીરમા વિટામિન ડીની ઉણપ સર્જાતા વ્યવહારમા પ્રોબ્લેમ આવે છે અને સ્વભાવમા ચિડિયાપણુ જોવા મળે છે. વધારે પડતો ગુસ્સો અને ચિડિયાપણુ તમને હાર્ટના દર્દી બનાવી શકે છે.
જંક ફૂડનુ વધારે સેવન કરવાથી તમારા શરીરમા વિટામિન ડીની ઉણપ સર્જાય શકે છે. આ સિવાય પૂરતા પ્રમાણમા તડકામા બેસવાથી પણ શરીરમા વિટામિન ડીની ઉણપ સર્જાય શકે છે.
શરીરમા વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે તમે રોજ એક ગ્લાસ દૂધ પીઓ. દૂધ હાડકાઓને મજબૂત બનાવે છે.
મશરુમનુ સેવન કરવાથી શરીરમા વિટામિન ડીની ઉણપ દૂર થાય છે. જેથી લંચ અથવા ડિનરમા મશરુમ માથી બનાવેલી વસ્તુઓને સામેલ કરો.
માંસાહારી લોકો ભોજનમા માછલીનુ સેવન કરી વિટામિન ડીની ઉણપ દૂર થાય છે.
સંતરામા વિટામિન ડીની માત્રા ખૂબ જ હોય છે. રોજ એક સંતરાનુ સેવન કરવાથી વિટામિન ડીની ઉણપ દૂર થાય છે.
આગળ જણાવેલ વસ્તુઓનુ સેવન કર્યા ઉપરાંત તમે રોજ સિમિત સમય માટે તડકામા બેસો. તડકામા બેસવાથી વિટામિન ડીની ઉણપ દૂર થાય છે.