ગુલાબ જળના ફાયદા તમે અત્યાર સુધી ચામડી માટે જ સાભળ્યા હતા પણ ગુલાબ જળ સ્વાસ્થ્ય માટે અન્ય રીતે પણ ફાયદાકારક છે. ચલો જાણીએ વાળમા ગુલાબ જળ કંઈ રીતે લગાવવુ અને તેનાથી મળતા ફાયદા વિશે.
વાળમા ગુલાબ જળને લગાવવાથી ઓઈલી હેરની સમસ્યા દૂર થાય છે. ગુલાબ જળ વાળને નેચરલી કોમળ બનાવે છે. તેનાથી વાળનો ગ્રોથ થાય છે. ગુલાબ જળથી વાળમા થતા પરસેવાની દુર્ગંધને પણ દૂર કરે છે.
માથાના ભાગમા થતા ચેપને રોકવા માટે તમે ગુલાબ જળમા મધને મિક્સ કરીને લગાઈ શકો છો. મધમા ભરપૂર માત્રામા એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે.
માથાના વાળમા રહેલા વધારાના તેલને દૂર કરવા માટે તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. ગુલાબ જળમા લીંબુના રસને મિક્સ કરીને તમે વાળમા લગાવો. તે વાળમા જોવા મળતી ખોડાની સમસ્યા માથી છૂટકારો આપે છે.
તમે ગુલાબ જળને વગર કોઈ વસ્તુ સાથે મિક્સ કર્યા વગર જ સીધુ જ વાળમા લગાવી શકો છો. તેમા રહેલા મોઈશ્ચરાઈજિગ ગુણ વાળને નેચરલી કોમળ બનાવે છે અને વાળનુ સૂકાપણુ પણ દૂર થાય છે.
એંટી બેક્ટેરિયલ, એંટી ફંગલ અને એંટી ઓક્સિડેંટ્સ ગુણોથી ભરપૂર નારિયેળ તેલમા ગુલાબ જળને મિક્સ કરીને વાળ સ્વસ્થ રહે છે.
જો તમે તમારા વાળમા ગુલાબ જળની સાથે એલોવેરા જેલને મિક્સ કરીને લગાવો છો તો માથાના ભાગમા બ્લડ સર્કુલેશન સુધરે છે. આ ઉપરાંત ગુલાબ જળની સાથે એલોવેરા જેલને મિક્સ કરીને લગાવવાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે.