આમ તો આંખો ફરકવી સામાન્ય હોય છે, પરંતુ શરીરમાં વિટામિન B12ની કમી થવા પર આંખો સતત ફરકતી રહે છે. આંખોમાં અનેક નસો હોય છે, જેના માટે વિટામિન B12, વિટામિન-ડી જેવા પોષક તત્વો ખૂબ જ જરૂરી હોય છે. જેની ઉણપ થવા પર આંખ ફરકવા લાગે છે.
શરીરમાં વિટામિન B12ની કમીને પૂરી કરવા માટે તમારી ડાયટમાં ગાયના દૂધ, લીલા શાકભાજી, માછલી, મશરૂમ અને ઈંડાને સામેલ કરી શકો છે. જેનું સેવન કરવાથી આ સમસ્યા દૂર થશે.
જો તમને આંખ ફરકવાની સમસ્યા હોય, તો 1 મિનિટ સુધી તમારી આંખો પર મસાજ કરો. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સુધરશે. જેનાથી આંખો ફરકતી ધીમે-ધીમે બંધ થઈ જશે.
આંખ ફરકવાની સમસ્યા એવા લોકોને વધારે હોય છે, જે વધારે સમય સુથી સ્ક્રિનમાં જોતા રહેતા હોય છે. આ ઉપરાંત કૉમ્પ્યુટર અને લેપટોપની સામે બેસીને કલાકો સુધી કામ કરવાથી પણ આ સમસ્યા થઈ શકે છે.
વિટામિનની કમી ઉપરાંત દારૂ, કૉફી, સિગારેટ વગેરેનું વ્યસન કરવાથી પણ આંખ ફરકવાની સમસ્યા થઈ શકે છે. આથી બની શકે તો, આવા વ્યસન છોડી દેવા જોઈએ.
આંખ ફરકવાની સમસ્યાથી બચવા માટે 8 કલાકની પુરતી ઊંઘ લો. આ ઉપરાંત દરરોજ સવારે આંખમાં પાણીની છાલક મારવાથી પણ ફાયદો મળશે.