સ્ટમક ફ્લૂ થવા પર જોવા મળે છે આ લક્ષણ, જાણો તેનાથી કેવી રીતે બચશો?


By Sanket M Parekh27, Oct 2023 04:24 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

આમ તો સ્ટમક ફ્લૂ સૌથી વધારે બાળકો અને વૃદ્ધોને જ થાય છે, પરંતુ આ સમસ્યા તમામ વયના લોકોમાં જોવા મળી શકે છે. એવામાં તેના લક્ષણો અને સારવાર વિશે જાણીએ આપણા એક્સપર્ટ સીનિયર ફિઝીશિયન ડૉ સમીર પાસેથી...

પેટમાં દુખાવો

સ્ટમક ફ્લૂ થવા પર પેટના ઉપરના ભાગમાં દુખાવો રહે છે. જે છાતીના ઠીક નીચીના ભાગમાં થાય છે.

ઉલટી થવી

સતત ઉલટી થતી રહેવી પણ સ્ટમક ફ્લૂનું લક્ષણ છે. સામાન્ય રીતે ડાઈઝેશન સબંધિત સમસ્યા થવા પર પણ ઉલટી થાય છે, પરંતુ જો તમને બે દિવસથી સતત ઉલટી થઈ રહી હોય, તો તાત્કાલીક તબીબનો સંપર્ક કરવો જોઈએ.

તાવ આવવો

જો તમને શરીરમાં સામાન્ય તાવ લાગતો હોય, તો તે પણ સ્ટમક ફ્લૂનું કારણ હોઈ શકે છે. એવામાં તાવ આવવા પર ડૉક્ટર પાસે દોડવું જોઈએ.

ઝાડા થવા

સ્ટમક ફ્લૂના કારણે ઝાડા થવાની સમસ્યા થઈ શકે છે. જો તમે સમયસર તેની સારવાર નહીં કરાવો, તો શરીરમાં ડિહાઈડ્રેશન થવા લાગે છે.

શું ખાવું જોઈએ?

સ્ટમક ફ્લૂ થવા પર શરીરની ઈમ્યુનિટી નબળી પડવા લાગે છે. એવામાં બ્લેન્ડ ફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ. આ માટે તમે કેળા, ભાત, નારિયેળ પાણી અને દહી ખાઈ શકો છો.

હોટ સ્ટોન મસાજ થેરપીથી શરીરના દુખાવામાં રાહત મળે છે