હોટ સ્ટોન મસાજ થેરપીથી શરીરના દુખાવામાં રાહત મળે છે


By Vanraj Dabhi27, Oct 2023 04:17 PMgujaratijagran.com

હોટ સ્ટોન મસાજ થેરપી

આજકાલ દરેક વ્યક્તિ પોતાની વ્યસ્ત જીવનશૈલીના કારણે સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી. આવી સ્થિતિમાં બેસીને અથવા અન્ય કોઈ કામ કરતા લોકોને ઘણીવાર ખભા, ગરદન અને કમર જેવા દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.

શરીરના દુખાવાથી છુટકારો મેળવો

જો તમે આ પ્રકારના શરીરના દુખાવાથી પરેશાન છો તો તમે હોટ સ્ટોન મસાજ થેરાપી અજમાવી શકો છો. આની મદદથી શરીરના દુખાવાથી રાહત મેળવી શકાય છે.

હોટ સ્ટોન મસાજ કેવી રીતે થાય છે?

તેના નામ પથી જાણી શકાય કે તે ગરમ પથ્થરોથી મસાજ કરવામાં આવે છે. આ થેરાપીથી શરીરથી દુખાવો ઓછો થાય છે અને માંસપેશીઓ મજબૂત થાય છે. આ થેરાપીમાં શરીર પર ગરમ અને નરમ પથ્થરો મૂકીને દબાણ બનાવવામાં આવે છે. તેનાથી શરીરને ઘણી રાહત મળે છે.

તણાવથી બચાવે

હોટ સ્ટોન મસાજ થેરપીથી વ્યક્તિ તેના તણાવને ભૂલી જાય છે અને હળવાશ અનુભવે છે. ઘણા અભ્યાસોમાં એવું કહેવામાં આવ્યું છે કે માત્ર 10 મિનિટની હોટ સ્ટોન મસાજથી તણાવ, સ્ટ્રોક સહિતની ચિંતા વગેરે જેવી સમસ્યાઓથી બચી શકાય છે.

સારી ઊંઘ

અનિદ્રાની સમસ્યાથી પરેશાન લોકો માટે હોટ સ્ટોન મસાજ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. માત્ર 15 મિનિટ આ મસાજની મદદથી અનિદ્રાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

સ્નાયુઓનું ખેંચાણ દૂર કરે

સ્નાયુ સંબંધિત સમસ્યાઓથી બચવા માટે તમે સ્ટોન મસાજ પણ કરાવી શકો છો. આનાથી લોહીનું પરિભ્રમણ વધે છે અને સ્નાયુઓનું ખેંચાણ ઓછું થઈ શકે છે.

રોગપ્રતિકારક ક્ષામતા વધારે

હોટ સ્ટોન મસાજ પણ ફાઈબ્રોમીઆલ્ગીઆના ક્રોનિક પીડામાંથી રાહત આપી શકે છે. જો તમે 30-મિનિટની હોટ સ્ટોન મસાજ કરો છો તો તમે રોગોથી પણ તમારી જાતને બચાવી શકશો.

આ ઉપચાર ક્યારે ન કરાવવો?

હોટ સ્ટોન મસાજ થેરપી હંમેશા નિષ્ણાતની દેખરેખ હેઠળ થવી જોઈએ. તેનાથી ત્વચામાં બળતરા,ખંજવાળ અને ચકામા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે હાર્ટ કે હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આ ઉપચાર ન કરાવો. આ સિવાય જે મહિલાઓ ગર્ભવતી હોય અથવા સ્તનપાન કરાવતી હોય તેમણે પણ આ ઉપચારથી દૂર રહેવું જોઈએ.

વાંચતા રહો

હોટ સ્ટોન મસાજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં ગોળ ખાવાના ફાયદા