શિયાળામાં ગોળ ખાવાથી સ્વાદની સાથે શરીર માટે ફાયદારૂપ સાબિત થાય છે. ગોળ ખાવાથી શરીર ગરમ રહે છે.
ડાયટીશીયન ગરીમા ગોયલ કહ્યા પ્રમાણે ખાંડની તુલનામા ખૂબ જ ઓછી કેલેરી હોય છે. સાથે તેમા રહેલા એન્ટીઈફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડેંટ્સ શરીરને ઘણા રોગોથી દૂર રાખે છે.
ઋતુઓ બદલાતાની સાથે તાવ,શરદી અને વાયરલ થવાની સંભાવના વધી જતી હોય છે.એવામા ગોળ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. ગોળ ના માત્ર વાયરલથી બચાવે છે પણ વાયરલના ઉપચારમા પણ મદદ કરે છે.
નિયમિત ગોળ ખાવાથી તેમા રહેલુ આયરન લોહીને વધારવાનું કામ કરે છે. સાથે ગોળ રહેલા એન્ટીઈફ્લેમેટરી ગુણ સોજાના દુખાવામાં રાહત આપે છે.
સવારમાં ચાની જગ્યાએ ગરમ પાણી સાથે ગોળ ખાવાથી શરીરમા આળસ આવતી નથી અને શરીર ગરમ રહે છે. ગોળ ખાવાથી શરીરમાં ઊર્જા વધે છે.
શિયાળામાં વધારે જંક ફૂડ ખાવાથી શરીરમાં ટોક્સિનનું પ્રમાણ વધી જતુ હોય છે જેના કારણે શરીરનું વજન વધવા લાગે છે.એવામા ગોળ ખાવાથી શરીરનેસ ડીટોક્સિફાઈ થવામાં મદદ મળે છે.
ગોળ ખાવાથી શરીર ગરમ રહે છે તથા ગરમીમાં અનેક સંક્રમણથી પણ ગોળ શરીરને બચાવે છે.