શું પોષકતત્વોની ઉણપથી ડીપ્રેશન થઈ શકે છે? જાણો એક્સપર્ટ પાસેથી


By Smith Taral07, Aug 2024 12:11 PMgujaratijagran.com

ડીપ્રેશન જેવી ગંભીર બીમારી ઘણા કારણોસર થઈ શકે છે, આ ફક્ત કામ અને અંગત જીવનના તણાવની પરિસ્થતિના કારણે જ નહી પરંતુ શરીરમાં પોષકત્ત્વોની ઉણપથી પણ થાય છે. આવો જાણીએ વધુંમાં શું કહે છે એકસપર્ટ

વિટામિન ડી

વિટામિન ડીની ઉણપથી પણ ડીપ્રેશનનું જોખમ વધી શકે છે, આ માટે તડકો અને વિટામિન D સપ્લીમેટન્સને સમયસર લેતા રહેવું આવશ્યક છે

વિટામીન B12

B વિટામિન ખાસ કરીને વિટામિન B12 અને ફોલેટ, આ મગજને સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. આની ઉણપના લીધે મૂડ સ્વીંગ અને ચીડીયાપણું વધું રહે છે

ઓમેગા 3 ફેટી એસિડ

ઓમેગા 3 ફેટી એસિડ જે સૌથી વધુ માછલી અને ફલેક્સસીડમાંથી મળી આવે છે તે પણ મગજના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આની ઉણપથી ડીપ્રેશનનું જોખમ વધે છે

આર્યન

આર્યનની ઉણપથી પણ ચક્કર આવવા અને મગજનની કાર્યક્ષમતા ઘટવા જેવી શારિરીક સમસ્યા રહે છે. ખોરાકના માધ્યમથી બને તેટલું આર્યનનું સેવન કરવું જોઈએ

મેગ્નેશિયમ

મેગ્ન્શિયમ ન્યુરોટ્રોન્સમીટને રેગ્યુલેટ કરીને તણાવ ઓછો કરવામાં મદદ કરે છે. આની ઉણપથી મૂડ ડીસોર્ડર અને ડીપ્રેશનની સમસ્યા સર્જાઈ શકે છે

નિષ્ણાતની સલાહ

એપોલો હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ મનોચિકિત્સક ડૉ. રમેશ કુમારે જણાવે છે કે, બેલેન્સ ડાયેટ લઈને જરૂરી ખોરાકનું સેવન કરીને પોષકતત્વોની આ ખામીઓને દૂર કરવી મગજના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે.

શરીરના દુખાવો દૂર કરવા ઘરેજ બનાવો આ આયુર્વેદિક તેલ