શરીરના દુખાવો દૂર કરવા ઘરેજ બનાવો આ આયુર્વેદિક તેલ


By Smith Taral04, Aug 2024 11:28 AMgujaratijagran.com

ઘણી વખત દિવસમા વધુ શારિરીક શ્રમ કરવાના લીધે શરીર જકડાઈ જાય અને દુખાવો પણ થાય છે. આ દુખાવામાં રાહત મેળાવવા માટે તમે ઘરેજ આયુર્વેદીક તેલ બનાવી શકો છો

સામગ્રી

આ તેલ બનાવવા તમારે જોઈશે, એક ડુંગળી, 2 કપ સરસવનું તેલ, આદું અને લવીંગ

તેલ રેડો

સૌ પ્રથમ કડાઈમાં બે કપ તેલ રેડી તેને ધીમા તાપે 10 થી 15 મિનીટ સુધી ગરમ કરો

ડુંગળી નાખો

હવે એક ડુંગળી સમારીને તેને તેલમાં એડ કરી થોડી વાર માટે રાંધો

આદુ

હવે તેમા બે ચમચી આદુની પેસ્ટ અને 2-3 લવીંગ નાખી તેને 10-15 મિનીટ સુધી કુક થવા દો.

સ્ટોર કરી લો

10- 15 મિનીટ કુક કરી લીધા પછી તેને ઠંડુ કરવા મુકી દો, ત્યારપછી તેને એરટાઈટ કન્ટેેનરમાં મુકી દો

મસાજ કરો

તેલને ઠંડુ કરી લીધા પછી તેને સાંધા અને અસરગ્રસ્ત એરીયા પર મસાજ કરો અને 5 થી 6 મિનીટ માટે છોડી દો

આયુર્વેદીક તેલ

NCBI અનુસાર લવીંગ અને આદુના ઉપયોગથી બનાવેલું આ તેલ સાંધા અને શરીરના દુખાવામાં રાહત આપે છે. તમે આ માટે તમારા ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો.

ફેફસાને સ્વસ્થ રાખવા પોષકતત્વોથી ભરપૂર હર્બલ ચાનું સેવન કરો