ફેફસાને સ્વસ્થ રાખવા પોષકતત્વોથી ભરપૂર હર્બલ ચાનું સેવન કરો


By Smith Taral03, Aug 2024 06:33 PMgujaratijagran.com

શરીરના બાકી અંગોની માફક ફેફસાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ઈન્ફેકશન થવાની સંભાવના વધી જાય છે જેમા શ્વસનને લગતી સમસ્યા પણ જોવા મળે છે. આવામાં ફેફસાના આરોગ્યની સંભાળ રાખવા માટે તમે આ હેલ્ધી હર્બલ ચાનું સેવન કરી શકો છો

આદુની ચા

આદુમાં રહેલા એન્ટી ઈન્ફલામેટરી ગુણો ફેફસમાં સોજાને ઓછું કરી તેના આરોગ્યને ટેકો આપે છે.

ફૂદીનાની ચા

ફૂદીનાની ચા પણ શ્વસનમાર્ગને સાફ રાખી ફેફસાના આરોગ્યને જાળવી રાખવામાં મદદ કરે છે. આમા રહેલું મેન્થોલને પ્રોત્સાહન આપી શ્વસનક્રીયાને વધું સરળ બનાવે છે

હળદરનું દુધ

હળદરનું દૂધ જેને ગોલ્ડન મીલ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. આના સેવનથી ફેફસામાં સોજાને ઓછો કરી ફેફસાના એકંદર સ્વાસ્થ્યને સુધારી શકાય છે

મુલીન ચા

મુલીન ચા ફેફસાના આરોગ્ય માટે પીવામાં આવતું ટ્રેડીશનલ ડ્રીન્ક છે. સદીઓથી આ ફેફસાના સ્વાસ્થ્ય માટે મુલીન ચાનુંં સેવન કરવામાં આવે છે

બ્લોટીંગની સમસ્યામાં આ વસ્તુઓનું સેવન કરો, રાહત મળશે