ગરમીમાં ચહેરા પર શું લગાવું?


By Hariom Sharma2023-05-11, 08:00 ISTgujaratijagran.com

દહીં

ગરમીની સીઝનમાં ચહેરા પર દહીં લગાવવાથી ત્વચા ઠંડી રહે છે. આને લગાવવાથી ટેનિંગ અને ખીલથી બચવાની સાથે ચહેરા પર થતાં બળતરા અને સોજામાં પણ રાહત મળે છે.

મુલતાની માટી

ગરમીના દિવસોમાં મુલતાની માટી લગાવવાથી ચહેરાની ગંદકી નીકળવાની સાથે સાથે ત્વચાને ઠંડક મળે છે. આને લગાવવાથી ચહેરો હાઇડ્રેટ રહે છે, જેનાથી ડ્રાઇનેસની સમસ્યા થતી નથી.

સનસ્ક્રીન લગાવો

ગરમીમાં સૌથી વધારે લોકોને ટેનિંગની સમસ્યા રહે છે. તડકામાં બહાર નીકળતા પહેરા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો. સનસ્ક્રીન લગાવવાથી સન ટેનિંગથી રાહત મળે છે, જેનાથી ત્વચાને નુકસાન થતું નથી.

ગુલાબ જળ

ગુલાબ જળ ગરમીમાં ચહેરાને હાઇડ્રેટ રાખવાની સાથે સાથે ત્વચાને સુંદર બનાવેછે. આને લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે અને ખીલ જેવી સમસ્યામાં રાહત મળે છે.

એલોવેરા

ગરમીમાં ત્વચા પર એલોવેરા લગાવવાના ઘણા ફાયદા છે. આને લગાવવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે. તડકામાં નીકળતા પહેરા અથવા રાત્રે સૂતા પહેલા આને ચહેરા પર લગાવવી.

પ્રેગ્નેન્સીમાં ચણા ખાવાના ફાયદા