કોફી લવર માટે એક સ્ટ્રોન્ગ અને ખુશ્બુદાર કોફીનો કપ દિવસની શરૂઆત કરવા માટે બેસ્ટ હોય છે. પરંતુ,કોફી પીવાની મજાને બમણી કરવા માટે આ કેટલાક સ્નેક્સ તમે ખાઈ શકો છો. આવો જોઈએ 6 એવા સ્નેક્સ છે જે તમારી કોફી સાથે ખાવાના સ્વાદને વધુ લજવાબ બનાવશે.
ચોકલેટ બ્રાઉનીના રીચ અને મીઠો સ્વાદથી કોફીના બીટરનેસ સાથે સારી બેલેન્સ કરી શકાય છે. કોફી સાથે આ સ્વીટ ડીશને એકવાર તમારે જરૂરથી ટ્રાય કરવી જોઈએ.
ડ્રાય ફ્રૂટ્સ અને તજના સુગંધવાળી આ નરમ કેક કોફી સાથે પરફેક્ટ રીતે મેચ થાય છે. કેકની મીઠાશ અને સુગંધીત કોફીના સ્વાદને બેલેન્સ કરે છે.
બટરથી ભરેપૂર ક્રોસો એ કોફી સાથે ફ્રેન્ચ નાસ્તાનો ટચ આપે છે. તેની ક્રિસ્પી અને નરમ ટેક્સચર કોફીના સ્વાદ સાથે ખાવાનો મજેદાર અનુભવ આપે છે.
બટર અને ગાર્લીંકના રીચ ફ્લેવરથી બનેલી ગાર્લીક બ્રેડ કોફી સાથે મજેદાર લાગે છે, તે ક્રીમી અને સેવરી સ્વાદ સાથે કોમ્પ્લીમેન્ટ કરે છે.
મીઠા અને તીખા સ્વાદવાળો બ્લુબેરી મફિન કોફી સાથે ફ્રુટી ફ્લેવર ઉમેરે છે. તે મફિનના મીઠાશને બેલન્સ કરી ફેશ ફીલ કરાવે છે.
સ્પાઇસી પનીર ટિક્કા અને કોફીનો કોમ્બીનેશન પણ સ્પેશિયલ છે, ખાસ કરીને જો તમે મજેદાર તીખા સ્નેક સાથે કોફી પીવાનું પસંદ કરતા હોવ તો.