લાંબા ગાળે પણ શરીરને તદુરસ્ત અને જવાન રાખવા માટે તમારે પોષકત્વોથી ભરપૂર ડાયટ લેવી જોઈએ. ચલો જાણીએ શરીરને લાંબા ગાળે સ્વસ્થ રાખવા માટે તમારે ડાયટમા કંઈ વસ્તુઓને સામેલ કરવી જોઈએ?
પ્રોટીન, અમીનો એસિડ, જિંક, કેલ્શિયમ, ફાઈબર જેવા પોષકતત્વોથી ભરપૂર નટ્સને ડાયટમા સામેલ કરવા જોઈએ. કાજુ, મગફળી, અખરોટ વગેરે ખાઓ. આ શરીરને ઉર્જા પ્રદાન કરે છે.
ગ્રીન ટીમા એંટી ઓક્સડેંટ્સ જેવા ગુણો રહેલા હોય છે. જેથી તમે સવારે ચાની જગ્યાએ ગ્રીન ટીને પી શકો છો. તેનાથી શરીરની અંદરથી સફાઈ થાય છે.
જવાન અને તદુરસ્ત રહેવા માટે બની શકે તેટલુ વધારે લીલા શાકભાજીનુ સેવન કરી શકો છો. તમે બ્રોકોલી, કોબીજ, પાલક, દુધી વગેરેનુ સેવન કરી શકો છો.
ડાર્ક ચોકલેટમા એંટી ઓક્સડેંટ્સ ગુણ હોય છે. તેના સેવનથી તણાવ દૂર થાય છે અને મૂડ પણ સારો રહે છે.
ઈંડામા કેલેરી પણ હોય છે જે શરીરના વજનને વધારવામા મદદ કરે છે. ઈંડામા પ્રોટીન અને અમીનો એસિડ હોય છે. ઈંડાનુ સેવન કરવાથી માંસપેશિઓ પણ મજબૂત બને છે.