ભારતીય ઘરોમા ભોજન બનાવતા સમયે ક્યારેક ગાયના ઘીનો પણ ઉપયોગ થતો હોય છે. ગાયનુ ઘી ખાવાથી સ્વાસ્થ્ય સંબધિત અનેક ફાયદા મળે છે, પરંતુ તેના અધિક માત્રામા સેવન કરવાથી શરીરને નુકસાન થવાની શક્યતા રહેલી છે.
એક્સપર્ટ મંજરી ચંદ્રાના અનુસાર ગાયના ઘીમા રહેલા પોષકતત્વો શરીરને ઘણી બીમારીઓથી બચાવવામા મદદ કરે છે, પરતુ તેનુ વધારે માત્રામા સેવન તમને બીમાર પણ કરી શકે છે.
ગાયના ઘી અધિક માત્રામા સેવન કરવાથી પેટ સંબધિત બીમારી જેવી કે અપચો, કબજિયાત, ગેસ, ડાયરિયાની સમસ્યા થઈ શકે છે. જેથી ગાયના ઘીનુ વધારે માત્રામા સેવન કરવાથી બચો.
વધારે માત્રામા ઘીના સેવનથી શરીરનુ વજન વધે છે. શરીરનુ વજન વધવાથી અન્ય ઘણી બીમારીઓનુ જોખમ વધી જાય છે.
વધારે માત્રામા ગાયના ઘીનુ સેવન કરવાથી ઠંડીમા શરદી ખાંસી અને વાયરલ જેવી સમસ્યા થઈ શકે છે.
ઠંડીમા ગર્ભવતી મહિલાઓએ ગાયના ઘીનુ સેવન કરવાથી બચવુ જોઈએ, કારણ કે ગાયના ઘીના સેવનથી ગર્ભવતી મહિલાઓને અપચાની સમસ્યા થઈ શકે છે.
જો તમે વધારે માત્રામા ઘીનુ સેવન કરી લીધુ છે તો તેના પચન થયા પહેલા અન્ય કોઈપણ વસ્તુ ખાવાથી બચવુ જોઈએ. આ ઉપરાંત દર ક્લાકે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી રાહત મળે છે.