ઘણા લોકો વજન ઘટાડવા માટે કસરતની સાથે ડાયેટ પર પણ ધ્યાન આપે છે. આ કારણથી ઘણા લોકો રાત્રે ખોરાક નથી લેતા, કારણ કે રાત્રે ભોજન કરવાથી તેને પચાવવા માટે પાચનતંત્રને ખૂબ જ મહેનત કરવી પડે છે.
તમારે એ સમજવું પડશે કે વજન ઘટાડવા માટે રાત્રે ખાવાનું ના ખાવાથી નહીં, પરંતુ યોગ્ય ફૂડ્સનું સેવન કરવું જરૂરી છે. હવે સવાલ એ છે કે તમારે ડિનરમાં શું ખાવું જોઇએ?
વજન ઘટાડવા માગો છો તો રાત્રે બાફેલા શાકભાજી ખાવાનું શરૂ કરો. આમા તમે બ્રોકલી, પાલક અને વટાણા જેવા હેલ્ધી શાકભાજી બાફીને ખાઇ શકો છો. આમા તમે થોડું વેજિટેલ ઓઇલ, મઠું અને લીલા મરચા મિક્સ કરીને પણ ખાઇ શકો છો.
સૂપને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. આનાથી કેલેરી બર્ન થાય છે અને વેટ લોસમાં મદદ મળે છે. રાત્રે ભોજનમાં તમે વેજિટેબલ સૂપનું સેવન કરી શકો છો, જેમાં ઘણા પ્રકારના શાકભાજી, દાળ અને હર્બ્સનો સમાવેશ કરી શકો છો.
કાચા પનીર અથવા વીગન લોકો ટોફૂનું સેવન કરી શકે છે. આ બંને હાઇ પ્રોટીન ફૂડ છે, જે તમારા હોર્મોનનું બેલેન્સ કરવામાં અને મસલ્સને એક્ટિવ કરે છે. આ બંને શરીરને પર્યાપ્ત માત્રામાં કેલેરી અને એનર્જી આપે છે.
સલાડમાં તમે શાકભાજી અથવા ફણગાવેલી દાળોમાંથી કોઇનો પણ ઉપયોગ કરી શકો છ. આ હાઇ ફાયબર અને પ્રોટીનથી ભરપૂર ફૂડ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું હોય છે. આ તમારા પેટનો મેટાબોલિક રેટ વધારે છે અને વજન ઝડપથી ઘટે છે.
તમે રાત્રે ખાવામાં બ્રાઉન રાઇસ, સાબુત ઘંઉથી બનેલી હોલી-વીટ-બ્રેડ જેવી વસ્તુઓ ખાઇ શકો છો. આનાથી વેટ લોસમાં મદદ મળે છે, આનું કારણ એ ચે કે સાબુત અનાજમાં ફાયબર સિવાય, મેગ્નેશિયમ પણ હોય છે. આ મેટાબોલીઝમને વધારવામાં મદદ કરે છે.