રાગીની રોટલી ખાવ, સ્વાસ્થ્યને મળશે ઘણા ફાયદા


By Hariom Sharma20, Sep 2023 07:16 PMgujaratijagran.com

હેલ્ધી જીવન જીવવા માટે તમારે તમારા ડાયેટમાં રાગીની રોટલીનો જરૂર સમાવેશ કરવો જોઇએ. આવો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભ વિશે.

પોષકતત્ત્વો

રાગીનો લોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આમા ઘણા પોષકતત્ત્વો રહેલા હોય છે. રાગીના લોટમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાયબર, કાર્બ્સ અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે.

વજન ઘટાડવા

રાગીના લોટામાં ફાયબર વધુ હોય છે, આ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આનાથી તમે ઓવરઇટિંગથી બચી શકો છો અને તમને વધુ ભૂખ નથી લાગતી.

હાડકા મજબૂત

જે લોકોને હાડકા અને સાંધામાં દુખાવાની સમસ્યા રહે છે, તેમને રાગીના લોટની રોટલીનું સેવન કરવું જોઇએ. આ લોટમાં કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે.

એનર્જી

રોજ સવારે રાગીની રોટલી ખાવાથી તમે આખો દિવસ એનર્જેટિક અનુભવ કરો છો. રાગીની રોટલી ખાવાથી તમે ચુસ્ત અને તંદુરસ્ત રહેશો. તમને દિવસભર થાક, અને કમજોરીનો અનુભવ નહીં થાય.

પાચનતંત્ર

પાચનતંત્રને મજબૂત બનાવવા માટે તમે રોગીની રોટલીનું સેવન કરી શકો છો. રાગીના લોટમાં ફાયબર હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે.

ડાયાબિટીસ

રાગીનો લોટ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ લોટ ઇન્સુલીનના લેવલને વધારવામાં મદદ કરે છે. રાગીની રોટલી ખાવથી બ્લડ શુગરને ઘટાડવામાં મદદ મળે છે.

દરરોજ સવારે 3 ખજૂર ખાવાથી થશે અદ્દભૂત ફાયદા