વિટામિન ડી હાડકાં મજબૂત રાખવા અને મગજના કાર્ય માટે વિટામિન ડીની જરૂર પડે છે. તેથી હાડકા અને મગજ માટે સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વોમાંનું એક છે.
માતાનું દૂધ ન પીવાથી અને સૂર્યપ્રકાશનો યોગ્ય સંપર્ક ન મળવાને કારણે બાળકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળતી હોય છે. જ્યારે પુખ્ત વયના લોકો પણ સંતુલિત આહાર ન લેવાને કારણે વિટામિન ડીની ઉણપનો શિકાર બની જતા હોય છે.
વિટામિન ડીની ઉણપને કારણે શરીરના સ્નાયુઓમાં ખેંચાણ, નબળાઈ, હાડકાંમાં દુખાવો, વાળ ઝડપથી ખરવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
વિટામિન ડીના સારા સ્ત્રોત તરીકે ઇંડા બેસ્ટ વિકલ્પ માનવામાં આવે છે. તેથી તમે રોજ સવારે નાસ્તામાં એકથી બે ઈંડા ખાવાથી કેલ્શિયમ અને પ્રોટીન પણ મળશે.
ઇંડામાં લગભગ 87 IU BF વિટામિન D 100 ગ્રામ ઈંડામાં જોવા મળે છે. એક પુખ્ત વ્યક્તિને રોજ લગભગ 10 મિલિગ્રામ વિટામિન ડીની જરૂર હોય છે.
તમે ઈંડા સિવાય દૂધ, મશરૂમ, માછલી જેવી કે ટુના, સૅલ્મોન વગેરેનું સેવન કરી શકો છો.
વિટામિન ડીની ઉણપને અવગણવાથી ગંભીર ઓસ્ટીયોપોરોસીસ અને બાળકોમાં રિકેટ્સની સમસ્યા થઈ શકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.