ખરાબ ખાનપાન અને અનહેલ્ઘી લાઈફસ્ટાઈલના લીધે વજન વધવાની સમસ્યા જોવા મળે છે. જો તમે પણ વજન વધવાને લઈને ચિંતામાં હોવ તો આ રાત્રે આ ખોરાકનું સેવન કરો. આવો જાણીએ વધુમાં
ડાયેટીશન રમીતા કૌર જણાવે છે કે વજન વધવાની સાથે બીજી સ્વાસ્થ્ય સમસ્યા થવાની શક્યતા વધી જાય છે, વધુ પડતું વજન હાર્ટ અટેક, ડાયાબિટીઝ અને થાયરોઈડ જેવી બીમારીઓને પણ નિમત્રંણ આપી શકે છે. માટે વજનને નિયંત્રણમા રાખવા માટે ખોરાક ઉપર ધ્યાન આપવું ઘણું જરૂરી છે
વજનને નિયંત્રણમાં રાખવા માટે લીલા શાકભાજી ખાવા ખૂબ જરૂરી છે, આમા મળતા પોષકત્ત્વો અને મિનરલ્સ વજન ઘટાડવામાં મદદ કરે છે
વજન ઓછું કરવા માટે રાત્રે તમે ઓટ્સનું પણ સેવન કરી શકો છો, આમાં રહેલું ફાઈબર મેટાબોલીઝમને વધારવામાં મદદ કરે છે, અને વજન પણ ઝડપથી ઘટાડી શકાય છે
રાત્રે તમે દહીંનું પણ સેવન કરી શકો છો, આમા રહેલા ગુણો વજન ઘટાડવામાં મદદરુપ બને છે. આ સિવાય આના સેવનથી માંસપેશીઓ પણ મજબૂત થાય છે
વજન કંટ્રોલ કરવા માટે ખજૂરનું સેવન કરવું લાભદાયક છે, આમા રહેલું ફાઈબર મેટાબોલીઝમ બુસ્ટ કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે
રાત્રે સૂતા પહેલા લીંબુ પાણી પીવાથી વજન ઝડપથી ઓછું કરી શકાય છે.