ચણા સ્વાસ્થ્ય માટે કેટલા લાભદાયક છે એ સૌ આપણે જાણીએ છે, પ્રોટીન કેલ્શિયમ, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આ ખોરાક શરીરને એનર્જી આપવાની સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આમા જો તમે ફણગાવેલા ચણા ખાવો છો તો તમે આનાથી વધું સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. આવો જાણીએ વધુમાં
ચણામા ફાઈબર સારી માત્રામાં રહેલું હોય છે, ફાઈબર પેટમાંથી બિનજરૂરી તત્વોને સાફ કરી પેટને સ્વસ્થ રાખવામાંં મદદ કરે છે
ચણામાં એન્ટીઓક્સીડન્ટ, એથોસાયનિન, પોટશિયમ, ફોલટ, મેગ્નેનેશિયમ જેવા પોષકતત્વો જોવા મળે છે જે હ્રદયના સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી છે. આ રક્તવાહિનીઓને સ્વસ્થ બનાવામાં મદદ કરે છે અને હ્દયના આરોગ્યને ટેકો આપે છે
ફણાગાવેલા ચણામાં ફાઈબર મોટી માત્રામાં રહેલું હોય છે. આનું રોજ સેવન કરવાથી તમને દિવસભર ઉર્જા મળી રહે છે અને તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.
કાળા ચણામાં ફાઈબર વધુ હોય છે, અને તેનો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ પણ ઓછો હોય છે. જો તમે રોજ ફણગાવેલા ચણાનું સેવન કરો છો તો તમારુ બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ બંનેનું સ્તર નિયંત્રણમા રહે છે.
ચણામાં આર્યનની માત્રા સારી હોય છે, જો આને ભૂખ્યા પેટે ખાવામાં આવે તો લોહીની ઉણપની સમસ્યાથી બચી શકાય છેસ
સવારે ભૂખ્યા પેટે ફણગાવેલા ચણા ખાવાથી ઓસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓમાંથી રાહત મેળવી શકાય છે. આ સિવાય ચણામાં કેલ્શિયમ રહેલું છે જે હાડકા મજબૂત કરવામાં મદદરુપ બને છે.