રોટલી બનાવવા માટે મોટે ભાગે લોખંડના તવાનો ઉપયોગ કરવામાં આવે છે, સમય જતા તે કાળું પણ થવા લાગે છે. કાળા થયેલા આ તવાને સાફ કરવા માટે તમે આ સરળ કીચન ટીપ્સ અપનાવી શકો છો
તવા પર જમા થયેલા કાર્બનને કાઢવા માટે તેને ઉંચા ગેસ પર ગરમ કરી લો, પછી તેને ચપ્પું અને ફોર્કની મદદથી ઘસીને કાર્બન દૂર કરી લો
કાળા પડી ગયેલા તવા પર મીઠું નાખી દો પછી તેની પર લીંબુ ઘસો, થોડી વાર ઘસ્યા પછી તેને પાણીથી ધોઈ લો.
તવાને પહેલા ઊંધુ પાડીને ગરમ કરી લો, હવે તેની પર વિનેગર નાખીને લોંખડના બ્રશ વડે બરાબર રીતે ઘસો. આમ કરવાથી તવા પર જામેલા કાર્બન દુર થશે અને તવો સાફ દેખાશે
ગરમ પાણીમા મીઠું ઉમેરી તે પાણીને તવા પર રેડી દો, થોડી વાર તેમ રહેવા દઈ નોર્મલ ડીશવોરના ઉપયોગથી તેને ધોઈ લો.
બળી ગયેલા તવા પર, પાણીમા ટામેટાનો રસ નાખીને રેડો અને તેને થોડી વાર માટે છોડી દો. 4-5 મિનીટ પછી તવાને ડીશવોશરથી ધોઈ લો.
આ માટે તવા પર 1 વાટકી વિનેગર નાખો અને તેની પર બેંકીગ સોડા ઉમેરી તેને ચારેતરફ ફેલાવી લો. 5 મિનીટ તેમ રહેવા દઈ ડીશવોરથી સાફ કરી લો.