ચહેરાની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેની વધુ કાળજી રાખવી પડે છે. જો ચહેરા પર કેટલીક ખરાબ વસ્તુઓ લગાવવામાં આવે તો ત્વચાને નુકસાન થઈ શકે છે.
ચહેરો ધોવા માટે સાબુનો ઉપયોગ ન કરવો જોઈએ. આ તદ્દન હાનિકારક હોય છે જે તમારી કોમળ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
બોડી લોશન ખૂબ જ ઊંચી ડેન્સિટી ધરાવે છે. જેથી ત્વચા પર લગાવવાથી ત્વચા પર પિમ્પલ્સ જેવી સમસ્યા થઈ શકે છે.
લીંબુનો ઉપયોગ ક્યારેય ચહેરા પર ન કરવો જોઈએ. કારણ કે તેમાં એસિડ હોય છે. જેના કારણે તમારા ચહેરાની ત્વચા પર ફોલ્લીઓ થઈ શકે છે.
ચહેરા પર ખાવાનો સોડાનો ઉપયોગ કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. તેથી ચહેરા પર તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.
તમારે દિવસમાં ઓછામાં ઓછો બે વાર ચહેરો સાફ કરવાથી ચહેરા પર રહેલી ગંદકી દૂર થાય છે અને ફોલ્લીઓ અને કરચલીઓ થતી નથી.
તમે રાત્રે સૂતા સમયે ચહેરા પર કાચું દૂધ લગાવીને સૂવાથી ચહેરો ચમકદાર અને સ્વસ્થ બને છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.